પાલનપુર બનાસકાંઠાના કાંકરેજના ઉંબરી અને અરણુંવાડા ગામના બે સમાજના જુથો ગૌચરની જમીનના મામલે મનદુઃખ થયા બાદ બાખડી પડ્યા હતા. આ જૂથ અથડામણમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.અને અડધો ડઝન લોકો ઘવાયા હતા. જૂથ અથડામણને લઈને એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને કાંકરેજનું ઉંબરી અને અરણુંવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ગામમાં ફરી કોઇ અઘટીત ઘટના ન બને તે માટે બંને ગામમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
બનાસકાંઠાના કાંકરેજના શિહોરી-અરણુવાડા નજીક જૂથ અથડામણ થતા બંને ગામડાઓમાં તંગદીલીનો માહોલ છવાઇ ગયો છે. આ અથડામણમાં 3 લોકોના મોત થયા હતા જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આ લોહીયાળ જૂથ અથડામણ બે જુથો વચ્ચે ગૌચર મામલે થઇ હતી. કાંકરેજના ઉંબરીના વિજુભા બબાજી અને અરણુંવાડાના સોમજી ધારાસગજી ઠાકોરનું ઘટના દરમિયાન મોત નીપજયુ હતું. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શિહોરી રેફરલ અન્ય લોકોને પાટણ ખસેડાયા ખસેડાયા છે. હાલમાં શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાંકરેજના અરણીવાડા પાસે આવેલી ગૌચરની જમીનને લઈ બે જૂથ આમને સામને આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા ગંભીર રીતે ઘવાયેલા 3 જણાના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 6 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડીવાયએસપી કૌશલ ઓઝાએ જણાવ્યું હતું કે, શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. ગૌચરની જમીન પ્રશ્ને બંને જૂથ વચ્ચે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. અથડામણમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 6 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગામમાં હાલ શાંતિનો માહોલ છે. લોકો પણ શાંતિ જાળવવા અપિલ કરવામાં આવી છે. પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.