1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વડાપ્રધાન સહિતનો કાફલો જે સમયે પસાર થશે તે રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ
અમદાવાદમાં વડાપ્રધાન સહિતનો કાફલો જે સમયે પસાર થશે તે રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ

અમદાવાદમાં વડાપ્રધાન સહિતનો કાફલો જે સમયે પસાર થશે તે રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ

0
Social Share

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં પણ 36મી નેશનલ ગેઈમ્સનું ઉદઘાટન, તેમજ  મેટ્રો રેલ લોકાર્પણ અને જીએમડીસી ગ્રાઉન્ડ પરના ગરબાની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી શહેરમાં વડાપ્રધાન સહિતનો કાફલો  જે રસ્તા પરથી જે સમયે પસાર થવાનો છે, તે સમયે રસ્તાઓ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધુ છે. . જે પ્રમાણે શહેરના કેટલાક રસ્તાઓ બંધ રહેશે. 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસ શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરાયો છે.

વડાપ્રધાન મોદી આગામી તા.29મી અને 30મીના રોજ અમદાવાદની મુલાકાતને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત શહેરનાં કેટલાક રસ્તાઓ બંધ રહેશે. 29મીએ GMDCના ગરબાના લીધે અંધજનથી હેલ્મેટ સુધીને રસ્તો બંધ રાખવામાં આવશે. અંધજનથી પાંજરાપોળ થઈ AEC તરફ જઈ શકાશે. તેમજ જનપથ ટીથી સ્ટેડિયમનો મુખ્ય ગેટ અને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. તપોવન સર્કલથી વિસત થઈ જનપથ ટી થઈ અવરજવર કરી શકાશે. સુરધારા સર્કલથી NFD સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. થલતેજ ચાર રસ્તાથી હિમાલયા મોલ સુધીનો અને ગુરુદ્વારાથી સંજીવની હોસ્પિટલ સુધી રસ્તો વાહનો માટે પ્રતિબંધિત મુકવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન 30 સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં પરિવહન સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી થઇ છે, ત્યારે આ વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code