કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 2.9 નોંધવામાં આવી
- ચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
- રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોંધાઈ
- ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 8 કિલોમીટર દૂર
ભુજ: કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9ની નોંધાઈ હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 8 કિલોમીટર દૂર હતું.જોકે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ડર નો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઈ જાનહાની કે નુક્સાનની જાણકારી મળી નથી. સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર હાલ ભૂકંપના આંચકાને કારણે લોકોમાં થોડો ડર પણ જોવા મળી રહ્યો છે અને લોકો સતર્ક પણ થયા છે. કાચા મકાનમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવાનું સલામત રીતે રહેવાની જાણ કરવામાં આવી છે.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.