1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ નાસ્તામાં બનાવો મલ્ટિગ્રેઈન ચકરી, ક્રિસ્પી અને 15 દિસ સુધી કરી શકાસે સ્ટોર
કિચન ટિપ્સઃ નાસ્તામાં બનાવો મલ્ટિગ્રેઈન ચકરી, ક્રિસ્પી અને 15 દિસ સુધી કરી શકાસે સ્ટોર

કિચન ટિપ્સઃ નાસ્તામાં બનાવો મલ્ટિગ્રેઈન ચકરી, ક્રિસ્પી અને 15 દિસ સુધી કરી શકાસે સ્ટોર

0
Social Share

સાહિન મુલતાની-

આજે આપણે એક સાદી અને સરળ રીતે ઘંઉ સહીત અનેક મિક્સ  લોટની ચકરી બનાવવાની રેસિપી જોઈશું, જે ઘરની સામગ્રીમાંથી જ તૈયાર થશે અને ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ હશે.આ ચકરીને તમે 15 દિવસ સુધી સ્ટોર પમ કરી શકો છો.

ઘઉંની ચકરી બનાવવા માટેની સામગ્રી

400 ગ્રામ – ઘઉંનો લો઼ટ
100 ગ્રામ – ચણાનો લોટ
100 ગ્રામ – મગની દાળનો લોટ
100 ગ્રામ – અળદનો લોટ
300 ગ્રામ – ચોખાનો લોટ
4 ચમચી- આદુ-મચરા લસણની પેસ્ટ
1 ચમચી – લાલ મરચું
સ્વાદ પ્રમાણે – મીઠું
1 ચમચી – હળદર
1 ચમચી -અજમો
2 ચપટી – ભજીયાનો સોડા
2 ચમચી તેલ – મોળ માટે

  • સૌ પ્રથમ દરેક લોટને એક કોટનના સફેદ કપડામાં પોટલી વાળીને ઢીલી ગાઠ વાળી બાંધી દો,
  • હવે આ પોટલીને ઢોકળાના કૂકરમાં પાણી નાખીને વરાળ પર 15 મિનિટ સુધી બાફીલો.
  • હવે વરાળ પર લોટ બફાય ગયા બાદ તેને ઠંડો પાડો, ત્યાર બાદ ચારણી વડે ચારી લો, લોટમાં ગઠ્ઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું
  • હવે આ લોટમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, મીઠું, અજમો, તેલભજીયાનો સોડા નાખી બારબર હાથ વડે મિક્સ કરીલો.
  • હવે આ લોટમાં જરુર પ્રમાણે પાણી એડ કરજા જાઓ અને રોચલીનો લોટ બાંધો તે રીકે થોડા કઠણ લોટ બાંધી લો
  • હવે સેવ પાડવાના સંચામાં ચકની જારી સિલેક્ટ કરીલો, તેમાં તેલ લગાવી લોટનો લૂઓ લઈને એક પેપર અથવા પ્લાસ્ટિક પર ચકરી પાડીલો, બધી ચકરી એક સાથે પાડી શકો છો.
  • ત્યાર બાદ એક કઢાઈમાં બરાબર તેલ ગરમ થવાદો, તેલ થાય એટલે પહેલા પાડીને મૂકેલી ચકરી તેલમાં નાખીને ક્રિસ્પી બ્રાઉન થાય ત્યા સુધી તળીલો.
  • તૈયાર છે તમારી હોમ મેડ ઘઉંના લોટની ચકરી,આ ચકરી 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી યસકો છો,તેને એર ટાઈટ ડબ્બામાં મૂકવી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code