હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી
- યુપી સહીતના રાજ્યોમાં આજે પડી શકે છે વરસાદ
- હવામાન વિભાગે વપસાદને લઈને કરી આગહી
દિલ્હીઃ- એક તરફ ચોમાસાની વિદાયની વેળા છે તો હાલ પણ કેટચલાક રાજ્યોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ, બિહારના ભાગોમાં વરસાદની શક્છેયતાઓ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમની રચના અને યુપી પર ચક્રવાતી પવનોને કારણે, આગામી થોડા દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે..
છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વખતે પણ દેશમાં ચોમાસામાં સરેરાશ કરતા વધુ વરસાદ થયો છે. જો કે, તે યુપી, બિહાર, ઝારખંડ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પ્રમાણમાં નબળું રહ્યું છે. ઔપચારિક રીતે, વરસાદની મોસમ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગઈ છે. અત્યારે જે વરસાદ પડે છે તે શિયાળાનો વરસાદ ગણાય છે. બંગાળની ખાડીમાંથી ચક્રવાતી પવનોમાંથી ભેજનું પ્રમાણ ચાલુ હોવાથી છૂટાછવાયા વરસાદની પ્રક્રિયા ચાલુ રહેવાની શક્યતા છે
આજેબિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં પણ છૂટાછવાયા વરસાદની સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 6 અને 7 ઓક્ટોબરે વાવાઝોડું આવવાની શક્યતા છે. તે જ સમયે, 6 થી 8 ઓક્ટોબર દરમિયાન ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની પણ સંભાવના છે.
બીજી તરફ દિલ્હી-NCRમાં પણ આજથી હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે 6 થી 7 ઓક્ટોબર સુધી ઘણા રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.