- લિપ્સ્ટિક લગાવતા પહેલા હોઠ પર વેસેલિન મસાજ કરો
- લિપ્સ્ટિક લોંગ ટાઈમ માટે કરવી હોય તો લિક્વિડ લિપ્સ્ટિકનો ઉપયોગ કરો
નવરાત્રી પુરી થઈ ચૂકી છે ત્યારે હવે દિવાળી જેવો તહેવાર પાસે આવી રહ્યો છે,આ તહેવાર માં દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આર્ષક દેખાઈ આ માટે તેઓ પોતાને મેકઅપથી પરફેક્ટ લૂક આપે છે.
આમ તો ભગવાને દરેક સ્ત્રીઓને સુંદર બનાવી હોય છે પરંતુ થોડુ હટકે લૂક મેળવવા સ્ત્રીઓ મેકઅપનો સહારો લે છે, ખાસ કરીને મેકઅપની જો વાત કરીએ તો તેમાં લિપ્સ્ટિક મહત્વનો ભાજ ભજવે છે ,લિપ્સ્ટિક લગાવતા પહેલા તમારે તમારા હોઠને બરાબર ક્લિન કરવા જરુરી છે તો જ લિપ્સ્ટિક વધુ સમય ટકી રહેશે અને મેકઅપનો લૂક પરફેક્ટ બનશે નહી તો લિપ્સ્ટિકમાંથી જાણે સ્કિન નીકળતી હોય તેવું જોવા મળશે.તો ચાલો જાણીએ કેટલીક ટિપ્સ.
લિપ્સ્ટિક લગાવતા પહેલા લિપ બામથી હોઠ પર 2 મિનિટ મસાજ કરી લો, ત્યાર બાદ કોટનના મુલાયમ કપડાથી હોઠને સાફ કરીલો
હોઠ પર સારી ક્રિમ વડે મસાજ કરીને ફરી તેને કોટનના કપજડાથી સાફ કરો આમ કરવાથી હોઠની રફ સક્નિ દૂર થશે અને લિપ્સ્ટિક હોઠ પર સેટ થઈ જશે
જો તમારે વધપ સમય સુધી લિપ્સ્ટિકને રાખવી હોય તો તમે લિક્વિડ લિપ્સ્ટિકનો ઉપય.ોગ કરી શકો છો.
હોઠ પર બીટના ટૂકડા વડે 2 મિનિટ માલિશ કરો આમ કરવાથી હોટ નેચરલ પીંક બનશે અને જ્યારે લિપ્સ્ટિક લગાવશો ત્યારે તે વધુ આકર્ષક લૂક આપશે.
બને તો પહેલા બરફ વડે હોઠ પર સમાજ કરી શકો છો આમ કરવાથી લિપ્સ્ટિક વધુ લાંબો સમય સુધી હોઠ પર રહે છે.
લિપ્સ્ટિક કરતા પહેલા લીપલાઈનર નો ઉપયોગ કરવો જોઈએ જેથી શેપ સારો આવે છે. અને લિપ્સ્ટિક લગાવવામાં સરળતા પડે છે.