વર્ષ 2024 સુધી ઉત્તરપ્રદેશના રસ્તાઓ બનશે અમેરિકા કરતા પણ સારા – કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરી
- વર્ષ 2024 સુધી 5 લાખ કરોડના ખર્ચે UP રસ્તાઓ બનશે વધુ શ્રેષ્ઠ
- કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરીનો દાવો
લખનૌઃ-ભારત દેશ સતચત પ્રગતિશીલ દેશ બની રહ્યો છે દેશની અનેક સેવાઓથી ભારતની જનતાને લાભ મળી રહ્યા છે તો માર્ગો અને ગામડાઓના રસ્તાઓ પણ હવે સુવિધાથી સજ્જ અને સારા બન્યા છએ ત્યારે હવે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ શનિવારે પોતાના સંબોધનમાં દાવો કર્યો હતો કે 2024 સુધીમાં ઉત્તર પ્રદેશનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુએસ કરતા વધુ સારું હશે.
વિતેલા દિવસને શનિવારના રોજ કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ઈન્ડિયન રોડ કોંગ્રેસ ના 81મા સત્રનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અહીં ઈન્દિરા ગાંધી ફાઉન્ડેશનમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગડકરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 8 થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ સંમેલનમાં માર્ગ નિર્માણ સાથે સંબંધિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના 2500 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ પાંચમી વખત IRCની યજમાની કરી રહ્યું છે.
ગડકરીએ કહ્યું કે 2024 પહેલા ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર કુલ 5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. તેમણે કહ્યું, ઉત્તર પ્રદેશને કુલ સાત હજાર કરોડ રૂપિયાની ભેટ આપી હતી જેમાં શાહબાદ બાયપાસ-હરદોઈ બાયપાસ પર રૂ. 1212 કરોડ, શાહજહાંપુરથી શાહબાદ બાયપાસ કે જે 35 કિમીનો છે જે રૂ. 950 કરોડ, મુરાદાબાદથી કાશીપુર પર રૂ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ. 2007 કરોડ, ગાઝીપુર-બલિયા રૂટ પર રૂ. 1708 કરોડ અને 13 રેલવે ઓવરબ્રિજ પર રૂ. 1000 કરોડ અને અન્ય ઘણા પ્રોજેક્ટનો સમાવેયસ થાય છે.
આ સાથે જ મંત્રીએ કહ્યું કેભારત વિકાસશીલ દેશ છે અને અહીં બાંધકામનો ખર્ચ વધુ છે, તેથી આપણે ધ્યાન રાખવું પડશે કે બાંધકામનો ખર્ચ ઓછો થાય અને ગુણવત્તા વધારવી જોઈએ. ગડકરીએ લોકોને ડીઝલ પેટ્રોલની જગ્યાએ ઇથેનોલ, મિથેનોલ, ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનોનો ઉપયોગ કરવાની અપીલ કરી, જેના કારણે ભાડું પણ સસ્તું થશે.