નેશનલ ગેમ્સ મલ્લખામ્બ રમતમાં 10 વર્ષના બાળકે પોતાના કરતબથી લોકોને કર્યા મંત્રમુગ્ધ – PM મોદી એ ટ્વિટર પર શેર કર્યો વીડિયો
- નેશનલ ગેમ્સમાં 10 વર્ષના બાળકે લોકોની ચારે તરફ ચર્ચા
- પીએમ મોદી એ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો
અમદાવાદઃ- હાલ રાજ્યમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ચે,જ્યા દેશની જાતભાતની રમતો જોવા મળી છે ત્યારે આ ગેમ્સમાં 10 વર્ષનું બાળક સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે,આ બાળકની કરતબે લોકોને મંત્રમૃગ્ધ કર્યા છે.
નેશનલ ગેમ્સમાં 10 વર્ષીય શૌર્યજીત દેશભરમાં ચારેબાજૂ છવાય ચૂક્યો છે. શૌર્યજીતે મલખામ્બ પર એવું કારનામું બતાવ્યું કે દરેક વ્યક્તિ તેના ફેન બની ગયા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટથી વીડિયો શેર કરીને શૌર્યજીતની પ્રસન્નસા કરી છે.
What a star Shauryajit is. https://t.co/8WoNldijfI
— Narendra Modi (@narendramodi) October 8, 2022
વડાપ્રધાન મોદીએ વીડિયો શેર કરીને લખ્યું છે કે શૌર્યજીત એક સ્ટાર છે. તે જ સમયે, ગુજરાત માહિતીએ ટ્વિટ કરીને લખ્યું કે, શૌર્યજીત નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર સૌથી યુવા મલ્લખમ્બ ખેલાડી છે.
કોણ છે શોર્યજીત
ગુજરાતના રહેવાસી શૌર્યજીતે 30 સપ્ટેમ્બરે એટલે કે ગેમ્સ શરૂ થયાના થોડા દિવસો બાદ તેના પિતાને ગુમાવ્યા હતા. આ ઘટના ધટી હોવા છતાં, તેનો ઉત્સાહ ડગમ્યો નહીં અને તેણે ગેમ્સમાં પોતે સામેલ થઈ શાનદાર પ્રદર્શન કર્યું. પોતાના એક નિવેદનમાં શૌર્યજીતે કહ્યું કે તેના પિતાનું સપનું હતું કે મારે નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવવો જોઈએ.