રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે,અનેક વિકાસ યોજનાઓનું કરશે ઉદ્દઘાટન
દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે છે.જ્યાં તેઓ અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે.અધિકારીઓએ જણાવ્યું કે,રાષ્ટ્રપતિ બુધવારે સવારે 11.15 વાગ્યે મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર પહોંચવાના છે.રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની ત્રિપુરાની આ પ્રથમ મુલાકાત હશે.
તેમણે કહ્યું કે,આ સમયગાળા દરમિયાન મુર્મુ અગરતલા સુધી ગુવાહાટી-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન તથા ખોંગસાંગ (મણિપુર) સુધી નવી વિસ્ટાડોમ બોગી સાથે અગરતલા-જીરીબામ-અગરતલા જન શતાબ્દીને ફ્લેગ ઓફ કરવામાં આવશે.જન શતાબ્દી ટ્રેનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના નરસિંહગઢ ખાતે પુશબંતા પેલેસ મ્યુઝિયમ અને નેશનલ લો યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરવાના છે.
રાજ્ય સરકાર 1917માં મહારાજા બિરેન્દ્ર કિશોર માનક્ય બહાદુર દ્વારા બનાવવામાં આવેલા પુશબંતા પેલેસને ડિજિટલ મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની યોજના ધરાવે છે. નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર ત્રિપુરાની મુલાકાત દરમિયાન આ મહેલમાં રોકાયા હતા.પુશબંતા પેલેસ એપ્રિલ 2018 સુધી રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન હતું.
મુર્મુને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટાઉન હોલ ખાતે આવકારવામાં આવશે, જ્યાં મુખ્યમંત્રી માણિક સાહા, મેયર દીપક મજુમદાર અને કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. રાષ્ટ્રપતિને નેતાઓ, મહાનુભાવો અને સામાન્ય જનતાને મળવાની પણ યોજના છે.