શું તમે પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પી રહ્યા છો? તો ચેતી જજો તમે નોતરી રહ્યા છે મોચી બીમારીઓ
સામાન્ય રીતે આપણે સાંભળતા આવીએ છીકે ખાણી પીણીની વસ્તુઓને પ્લાસ્ટિકના પેકિંગમાંમ રાખવાથી આરોગ્યને નુકશાન થાય છે. તે વસ્તુઓ જ્યારે આપણા પેટમાં જાય છે ત્યારે અનેક નુકશાનને પણ સાથે લેતી જાય છે.પ્લાસ્ટિક આપણા જીવનનો એક ભાગ બની ગયું છે ઘણીવાર આપણે ઈચ્છા વગર પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિકે આપણા જીવનને એટલી અસર કરી છે કે પ્લાસ્ટિક વિના આજની દુનિયાની કલ્પના પણ કરી શકાતી નથી.ખાસ કરીને પાણી પીવાની બોટલ પ્લાસ્ટિકની હોય છે જો કે વારંવાર પ્લાસ્ટિકની બોટલમાં જો પાણી પીવામાં આવે તો આરોગ્યને ઘણુ નુકશાન થાય છે.
પ્લાસ્ટિક સસ્તા હોવાની સાથે-સાથે તે લાંબા સમય સુધી પણ ટકી રહે છે, પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે પ્લાસ્ટિકમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ સમયાંતરે ઝેરી બની જાય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.
ખાવા-પીવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. જેના કારણે તેમાં જોવા મળતા કેમિકલ શરીરના સીધા સંપર્કમાં આવે છે. જેના કારણે વ્યક્તિ દરેક પ્રકારની બીમારીઓ શરીરમાં થવા લાગે છે.
આ સાથે જ પ્લાસ્ટીકમાં મળતા રસાયણો જેમ કે સીસું, કેડમિયમ અને પારો શરીરમાં કેન્સર, વિકલાંગતા અને રોગપ્રતિકારક શક્તિ સાથે સમસ્યાઓનું કારણ બને છે. તેનાથી બાળકોના વિકાસ પર પણ ખરાબ અસર પડે છે.
બજારમાં મોટાભાગની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલોમાં જ પાણી મળે છે. ખરીદદારોને આકર્ષવા માટે, ઉત્પાદકો બોટલના પાણીનું વિટામીન ધરાવતાં તરીકે વર્ણન કરે છે. આ આપણા માટે વધુ હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે બોટલના પાણીમાં ખાદ્ય ખાંડ અને ઉચ્ચ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ જેવા હાનિકારક ઘટકો હોય છે.