કેરળના મુખ્યમંત્રીએ PM મોદીને લખ્યો પત્ર – કેન્દ્રીય સેવાઓની પરિક્ષામાં હિન્દી ભાષાનો મામલો
- કેરળના મુખ્યમંત્રીએ પીએમ મોદીને લખ્યો પત્ર
- કેન્દ્રીય સેવાઓની પરિક્ષામાં હિન્દી ભાષાનો અસ્વિકાર કર્યો
દિલ્હી-: કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને પીએમ મોદીને એક પત્ર લખ્યો છે આ પત્ર લખવામાં આવ્યો છે કે ને કેન્દ્રીય સેવાઓ માટે હિન્દી ભાષાને પરીક્ષાનું માધ્યમ બનાવવા અને તેને IIT અને IIM સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત અભ્યાસ ભાષા બનાવવાની સંસદ સમિતિની ભલામણ મામલે આ પત્ર લખ્યો છે તેમણે આ પત્રમાં હિન્દી ભાષા ન સ્વીકારવાની પીએમ મોદીને જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સંસદીય સમિતિએ સૂચન કર્યું છે કે હિન્દીભાષી રાજ્યોમાં IIT જેવી ટેકનિકલ અને બિન-તકનીકી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સૂચનાનું માધ્યમ હિન્દી અને ભારતના અન્ય ભાગોમાં તેની અનુરૂપ મૂળ બોલી છે. તેઓએ હિન્દીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષાઓમાંની એક તરીકે નિયુક્ત કરવી જોઈએ.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ મામલે પીએમ મોદીને પત્ર લખીને સંસદીય સમિતિની ભલામણ ન સ્વીકારવાની માંગ કરી છે.તેમના પત્રમાં સીએમએ ઉલ્લેખ કર્યો છે કે ભારતનો સાર ‘વિવિધતામાં એકતા’ની વિભાવના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાને સ્વીકારે છે. કોઈપણ એક ભાષાને અન્ય ઉપર થોપવાથી અખંડિતતાનો નાશ થશે.આ સાથે જ તેમણે આગળ આવા પ્રયાસો પાછા ખેંચવાની માંગ કરી હતી.