1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવસારી પંથકમાં પ્રતિકૂળ હવામાનને લીધે ચીકુનું ઉત્પાદન ચારગણું ઘટવાની શક્યતા
નવસારી પંથકમાં પ્રતિકૂળ હવામાનને લીધે ચીકુનું ઉત્પાદન ચારગણું ઘટવાની શક્યતા

નવસારી પંથકમાં પ્રતિકૂળ હવામાનને લીધે ચીકુનું ઉત્પાદન ચારગણું ઘટવાની શક્યતા

0
Social Share

નવસારી: જિલ્લામાં ચીકુંનું સારૂએવું ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા 10 વર્ષોમાં વાતાવરણમાં આવતા પરિવર્તનને લીધે  ખેતી પાકના ઉત્પાદન પર તેની અસર પડી રહી છે. ગત ફેબ્રુઆરીમાં પડેલી વધુ ગરમી અને જુલાઈમાં પડેલા ભારે વરસાદ સાથે પૂરને કારણે ચીકુંના પાકમાં ખરણ વધતા ઓક્ટોબરમાં શરૂ થતી ચીકુની સીઝનમાં જ ઉત્પાદન 4 ગણુ ઘટવાની સંભાવના છે. જેની સામે અત્યારે નવા ફૂલ આવતા ફેબ્રુઆરીથી શરૂ થતી સીઝનમાં 4 ગણુ ઉત્પાદન વધશે. જેના કારણે સારો ભાવ મળવાની આશા છે. હાલ ચીકુંનું ઉત્પાદન ખૂબજ ઓછુ થવાની ધારણા છે. કારણ કે ઓકટોબરમાં જ ચીકુંનો પાક બજારમાં આવી જતો હોય છે. જ્યારે ફેબ્રુઆરીમાં ચીકુંનું વધુ ઉત્પાદન થવાની આશા છે પણ ત્યારે ભાવ નહીં મળે, જેથી બંને સીઝનમાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવશે.

ગુજરાતમાં  છેલ્લા થોડા વર્ષોમાં બદલાતા વાતાવરણે દરેક મોસમને વહેલી કરી દીધી છે અને તેની અસર ખેતની ઉપજ પર પડી રહી છે. નવસારીનો ગણદેવી તાલુકો બાગાયતી ફળો માટે જાણીતો છે, જેમાં ચીકુ બારે માસ થાય છે અને સમગ્ર ભારતમાં અમલસાડી ચીકુની માંગ રહે છે.  ગત વર્ષે ફેબ્રુઆરીમાં ગરમી એકદમ વધી જતાં ચીકુના ફલીનીકરણ પર અસર થઈ હતી. ત્યારબાદ ફળ લાગવાની શરૂઆત થઈ, ત્યારે જુલાઈમાં વધુ પડતા વરસાદ સાથે અંબિકા નદીમાં આવેલા પુરને કારણે ચીકુમા ખરણ વધ્યુ હતું, સાથે જ ફૂગજન્ય રોગ લાગ્યો અને જીવાત પણ લાગતા હાલમાં ચીકુનું ઉત્પાદન 4 ગણુ ઘટે એવી સંભાવના વધી છે. જેની સામે અત્યારે થયેલા ફ્લીની કરણથી આવતા વર્ષે ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં 4 ગણુ ઉત્પાદન મળવાની સંભાવના છે. સાથે જ બદલાતા વાતાવરણની અસરથી પાક ઘટે અથવા વધે પણ આર્થિક નુકશાની તો ખેડૂતોને જ વેઠવી પડે છે. જેથી સરકાર યોગ્ય સહાયતા જાહેર કરે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

નવસારી પંથકના ખેડુતોના જણાવ્યા મુજબ ચીકુની બે મુખ્ય સીઝન છે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફલીનીકરણની પ્રક્રિય શરૂ થાય એ 8 થી 9 મહિને ફળ આપે છે અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં પાક ઉતરે છે, જ્યારે બીજી સીઝનમાં જુલાઈ-ઓગસ્ટમાં ફલીનીકરણ થાય અને ફેબ્રુઆરીથી મે સુધી રહે છે. જેમાં બદલાતા વાતાવરણને કારણે બે જીવાત બરદબોર અને ચીકુમોરને કન્ટ્રોલ કરવા જોઈએ, જેના માટે વૈજ્ઞાનિકો રાસાયણિક દવાના છંટકાવની સલાહ આપે છે, જેથી વ્યવસ્થિત ફલીનીકરણ થાય અને ઉત્પાદન પણ સારૂ રહે.પરંતુ પ્રતિકૂળ વાતાવરણને લીધે પરંપરાગત રીતે થતી ખેતીમાં હવે બદલાવ કરવાની જરૂરિયાત ઉભી કરી છે. વહેલી શરૂ થતી મોસમ ખેતીને મોટી અસર કરી રહી છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ ખેતી કરતા થાય, તો જ સારૂ ઉત્પાદન અને બજાર સાથે ભાવ પણ મેળવી શકે એમ છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code