ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને મોટો ફટકો,આટલા વર્ષો સુધી સિરીઝ રમવી અશક્ય
મુંબઈ:ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ સિરીઝની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા છે.બંને ટીમો વચ્ચે છેલ્લા દસ વર્ષથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી થઈ. પરંતુ હવે આગામી પાંચ વર્ષ સુધી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સિરીઝ યોજવી શક્ય નથી.
હકીકતમાં, BCCI દ્વારા 2023-2027 સુધી તમામ રાજ્ય સંગઠનોને મોકલવામાં આવેલા ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)માં, પાકિસ્તાન કૉલમ ખાલી રાખવામાં આવી છે. આ મુજબ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે વધુ મેચ રમશે. દર વર્ષે ટેસ્ટ અને લિમિટેડ ઓવરોની સિરીઝનું શેડ્યૂલ હોય છે.
ભારતીય ટીમે આ પાંચ વર્ષ દરમિયાન (2023-2027) બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 38 ટેસ્ટ (20 ઘરેલું, 18 વિદેશમાં), 42 વનડે (21 ઘરેલું, 21 વિદેશમાં), 61 T20 (31 ઘરેલું, 30 વિદેશી) મેચ રમશે.જ્યાં સુધી ભારત સરકારની મંજૂરી ન મળે ત્યાં સુધી BCCI પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવા અંગે કોઈ નિર્ણય લઈ શકે નહીં.