ગાંધીનગરમાં 18થી 22 ઓક્ટોબર સુધી દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન યોજાશે
અમદાવાદઃ ગાંધીનગર ખાતે 18થી 22 ઓક્ટોબર દરમિયાન પ્રતિષ્ઠિત દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન DefExpo2022ની 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા સંરક્ષણ અંગેના પ્રદર્શનમાં જમીન, હવાઈ, નૌકા અને માતૃભૂમિની સુરક્ષા પ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ સેમિનારમાં સંરક્ષણક્ષેત્રે વ્યાપકપણે નિકાસ, ફાઇનાન્સિંગ, ડિફેન્સ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ, એરોસ્પેસ ઉત્પાદન અને MROમાં MSMEની ઉભરતી ભૂમિકા, સંરક્ષણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આત્મનિર્ભરતા, હવાઈ પ્રભુત્વ માટે ભવિષ્યવાદી સ્વાયત્ત ટેકનોલોજી જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવશે. સેમિનારમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નિષ્ણાતો વિવિધ વિષયો પર ચર્ચા વિમર્શ કરશે.
આ સેમિનાર મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં સેમિનાર અગ્રણી ઉદ્યોગ સંગઠનો, થિંક ટેન્ક, ભારતીય સંરક્ષણ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સર્વિસ હેડક્વાર્ટર (SHQs), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ગુણવત્તા ખાતરીના મહાનિર્દેશાલય (DGQA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય મંત્રાલય તેમજરાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવશે. જેમાં વક્તાઓ તેમજ શ્રોતાઓ વર્ચ્યુઅલી ભાગ લઇ શકશે. આ ઇવેન્ટ વિશ્વભરમાં સ્ટ્રીમ પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિગત પહેલ સાથે કેન્દ્ર સરકારનું માનવું છે કે, આપણો દેશ તેના મિત્ર દેશોને સંરક્ષણ સોલ્યુશન્સના અગ્રણી સપ્લાયર બનાવવાની વિપુલ સંભાવના ધરાવે છે.