નવી દિલ્હીઃ આતંકવાદીઓના આકા ગણાતા પાકિસ્તાનને તાજેતરમાં જ અમેરિકાએ હથિયારોના મુદ્દે મદદની જાહેરાત કરી હતી. ત્યારે હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે સંભવતઃ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક પાકિસ્તાન છે, એક પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્ર છે જે કોઈપણ સંકલન વિના છે,” બાઇડેન ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના સ્વાગત સમારોહમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમેરિકાએ પાકિસ્તાનને હથિયારો મુદ્દે આર્થિક સહાય આપી ત્યારે અમેરિકા આ વાતથી અજાણ હતું તેવી પણ રાજકીય વર્તુળમાં અટકળો વહેતી થઈ છે.
અમેરિકાના પ્રમુખ જો બાઈડેનના ભાષણની ટ્રાન્સક્રિપ્ટ અપલોડ કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વૈશ્વિક સ્તરે બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને દેશો તેમના જોડાણ પર પુનર્વિચાર કરી રહ્યા છે. અને આ બાબતની સત્યતા એ છે કે – હું ખરેખર આ માનું છું – કે વિશ્વ આપણી તરફ જોઈ રહ્યું છે. તે મજાક નથી. આપણે આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તે જાણવા માટે આપણા દુશ્મનો પણ આપણી તરફ જોઈ રહ્યા છે. ઘણું બધું દાવ પર છે.’ જો બાઇડેન ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકામાં વિશ્વને એવી જગ્યાએ લઈ જવાની ક્ષમતા છે જે તે પહેલાં ક્યારેય ન હતી.
“શું તમારામાંથી કોઈએ ક્યારેય વિચાર્યું છે કે ક્યુબન મિસાઈલ કટોકટી પછી કોઈ રશિયન નેતા હશે જે વ્યૂહાત્મક પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપશે – જે ત્રણ, ચાર હજાર લોકોને મારી શકે છે – અને તેને ન્યાયી ઠેરવશે,” યુએસ પ્રમુખે કહ્યું. શું કોઈએ વિચાર્યું છે કે આપણે એવી પરિસ્થિતિમાં હોઈશું કે જ્યાં ચીન રશિયા, ભારત અને પાકિસ્તાનના સંબંધમાં તેની ભૂમિકા શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે?’ તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ વિશે વાત કરતા, યુએસ પ્રમુખે તેમને એક સૈડ માણસ કહ્યા જે જાણતા હતા કે તેઓ શું ઇચ્છે છે, પરંતુ સમસ્યાઓની ‘વિશાળ’ શ્રેણીનો સામનો કરવો પડ્યો. બાઇડેન કહ્યું, ‘રશિયામાં જે થઈ રહ્યું છે તેને અમે કેવી રીતે હેન્ડલ કરીશું? અને મને લાગે છે કે સંભવતઃ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક પાકિસ્તાન છે, જે કોઈપણ જોડાણ વિના પરમાણુ હથિયાર ધરાવતો દેશ છે.