તહેવારના સમયમાં ચહેરાને ચમકાવવો છે? તો કરો મલાઈ ફેસિયલ, જાણો તેના વિશે
જ્યારે પણ તહેવારનો સમય આવે ત્યારે મહિલાઓને સુંદર થવાનું પહેલા યાદ આવે, તહેવારોમાં મહિલાઓને તૈયાર થવું પણ વધારે પસંદ આવતું હોય છે ત્યારે આ વખતે દરેક મહિલાઓએ જાણવું જોઈએ કે ચહેરા પરની ચમક વધારવા માટે આ વખતે મલાઈ ફેસિયલને ટ્રાય કરવું જોઈએ.
આના માટે સૌથી પહેલા તો એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ લો. તેમાં ક્રીમ ઉમેરો. આ બંનેને મિક્સ કરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. આનાથી ત્વચા પર થોડો સમય મસાજ કરો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તેના પછી એક બાઉલમાં 2 ચમચી ઓટ્સ પાવડર લો. તેમાં 1 ચમચી ક્રીમ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ સ્ક્રબને ચહેરા અને ગરદન પર લગાવો. આનાથી ત્વચાને હળવા હાથે સ્ક્રબ કરો. તેને 15 મિનિટ માટે રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તે મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. છિદ્રોને ઊંડાણપૂર્વક સાફ કરે છે.
આ બધુ કર્યા પછી એક બાઉલમાં પાણી લો. તેને ગેસ પર રાખો. તેને ઉકળવા દો. તે પછી માથાને ટુવાલથી ઢાંકી દો. બાઉલ પર ચહેરો મૂકો. આ તમારા ચહેરાને સંપૂર્ણ વરાળ આપશે. ચહેરા પર 5 થી 10 મિનિટ સુધી સ્ટીમ કરો. એક બાઉલમાં અડધા કેળાને મેશ કરો. તેમાં એક ચમચી ક્રીમ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ ફેસ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. આનાથી ત્વચા પર થોડો સમય મસાજ કરો. તેને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.
ઉલ્લેખનીય છે કે આ માહિતીને જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે. આ બાબતે કોઈ પૃષ્ટિ કે દાવો કરવામાં આવતો નથી.