1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મગફળી, મગ, અડદ અને સોયાબીનની લાભપાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે
મગફળી, મગ, અડદ અને સોયાબીનની લાભપાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે

મગફળી, મગ, અડદ અને સોયાબીનની લાભપાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા તથા ખેડૂતોની આવક બમણી કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે વર્ષ 2022-23 પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની તા.29 ઓકટોબર-2022  લાભપાંચમથી 90  દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજયના ખેડૂતો પાસેથી છેલ્લા એક વર્ષમાં રૂ. 3646  કરોડની મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં 24 લાખ ખેડૂતો પાસેથી રૂ.22,596 કરોડ મૂલ્યની વિવિધ જણસોની ખરીદી કરાઈ છે. તેમ પ્રવક્ત મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ જણસીઓ સત્વરે ખરીદવા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 2021-22માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી ખરીદી કરાઈ છે જેમાં મગફળીની ખરીદી માટે કુલ 2,65,558 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ 49,899 ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 558,53 કરોડ મૂલ્યના 95,230 મે.ટન મગફળીના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જયારે ખરીફ વર્ષ  2021-22 માં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે કુલ 18,535  ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી. જે પૈકી કુલ 10,288  ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 126,03 કરોડ મૂલ્યના 20,004 મે.ટન તુવેરના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. એ જ રીતે રવિ સિઝન દરમિયાન વર્ષ 2021-22 ચણાની ખરીદી માટે કુલ 3,38,777 ખેડૂતોએ નોંધણી કરાવી હતી જે પૈકી કુલ 2,83.043 ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 2921,60 કરોડ મૂલ્યના 5,58,623 મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે તા. 25-09-2022થી શરૂ કરવામાં આવી છે. જે તા.10-11-2022 સુધી કરવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યું કે, નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસીના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન સંજોગોવસાત નિયત દિવસે હાજર ન રહી શક્યા હોય તેવા ખેડૂતોને શનિવારના દિવસે વેચાણ માટે તક આપવામાં આવશે. વેચાણ કરેલ જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code