કિચન ટિપ્સઃ- દિવાળીમાં મહેમાનોને સ્વિટમાં ખવડાવો હોમમેડ ‘ચોકોરોલ’ ,જાણીલો તેને બનાવાની આ રીત
સાહિન મુલતાનીઃ-
દિવાળીના તહેવારમાં મોટા ભાગના ઘરોમાં મીઠાઈ વેંચાતી લાવવામાં આવે છે. જો કે એ વાત પણ સારી છે તેમાં કંઈ ખોટૂ નથી પણ આજે એક એવી મીઠાઈ જણાવીશું કે જે ઓછા ખર્ચમાં વધુ બની શકે છે અને તેને બનાવા માટે ગેસની જરુર પણ પડતી નથી, નોન ફાયર મીઠાઈમાં આ મીઠઆઈ મોખરે છે, જેનું નામ છે ચોકોરોલ, જે બાળકોથી લઈને મોટાઓ સૌને ભાવે પણ છે અને ફ્રીજમાં તેને 15 થી 10 દિવસ રાખી પમ શકાય છે,તો ચાલો જાણીએ તેને બનાવાની રીત
સામગ્રી
1 સફેદ લેયર માટેઃ- 200 ગ્રામ કોપરાની છીણ, 1 કપ દળેલી ખાંડ,200 ગ્રામ મિલ્ક પાવડર, જરુર પ્રમાણે દૂઘ
2 ચોકલેટ લેયર માટેઃ- 3 મેરિ બિસ્કિટના પેકેટ, 2 ચમચી કડવો કોકો પાવડર, 1 ચમચી કોફી પાવડર,1 કપ દળેલી ખાંડ, જરુર પ્રમાણે દૂધ
આ સાથે જ 1 પાટલી, 1 વેલણ, પ્લાસ્ટિકની ગોળ કાપેલી 4 કે તેથી વધુ કોથળીઓ
ચોકોરોલ બનાવાની રીત
સૌ પ્રથમ તમારે દૂધને હુંફાળું ગરમ કરીને સાઈડમાં રાખી દેવાનું છે.
ત્યાર બાદ મેરિ બિસ્કિટના ત્રણેય પેકેટને હાથ વડે ભાંગી દો, ત્યાર બાદ આ બિસ્કિટને મિક્સરમાં એક દમ બારીક ક્રશ કરીલો અને ચારણીમાં ચાળી પણ લો જેથી બિસ્કિટમા ગાંગળા હશે તે દૂર થઈ જશે.
હવે સફેદ લેયર બનાવવા માટે એક માટૂં વાસણ લો તેમાં મિલ્ક પાવડર, કોપરાની છિણ અને 1 કપ ખઆંડમાંથી તમારા સ્વાદ મુજબ દળેલી ખઆંડ નાખી દો, હવે તેને બરાબર મિક્સ કરીદો ત્યાર બાદ ચમચી વદે તેમાં દૂધ નાખતા જઈને એક કણક તૈયાર કરીવો આ કણક થોડી કઠણ રાખો. તેને ઢાકીને સાઈડમાં રાખઈદો
હવે ચોકો લેયર બનાવા માટે બીજુ વાસણ લો તેમાં દળેલી બિસ્કિટ નાખીને તેમાં કોકો પાવડર ,કોફી પાવડર અને જરુર પ્રમાણે દળેલી ખાંડ નાખીદો અને ચમચી વડે દૂધ નાખતા જઈને એક કઠણ કણક તૈયાર કરીલો.આ રીતે ચોકો અને સફેદ બન્ને લેયર માટેની કણત તૈયાર છે.
હવે એક પાટલી લો તેના પર પ્લાસ્ટિક લગાવો હવે સફેદ લેયર માટે તેની કણકમાંથી એક સરખા ત્રણ ભાગ કરીને આ પાટલી પર ેક સરખી સાઈઝના ઝાડા રોટલા વણીલો.આ ટોરલાને પહેલા હાથ વડે પાટલી પર જ થબથબાવીને તૈયાર કરો ત્યાર બાદ હળવા હાથે વેલસણ લગાવીને તેને વણો.,ત્રણેય રોટલાને હવે જૂદા જૂદા પ્લાસ્ટિક પર રાખઈદો જેથી તે એક બીજા સાથે ચોંટી ન જાય.
હવે આજ રીતે સફેદ લેયર માટે સફેદ કણકના પણ ત્રણ સરખા ભાગ કરીલો અને પાટલી પર ઉપરની રીતે જ ત્રણ રોટલા તૈયાર કરીને અલગ અલગ પ્લાસ્ટિક પર તેને પણ રાખઈદો જેથી ચોંટે નહી.
હવે પાટલી પર એક અલગ પ્લાસ્ટિક લો તેના પર એક ચોકલેટ ફ્લેવરનો રોટલો લો, ત્યાર બાદ તેના પર એક સફેદ કણમાંથી તૈયાર કરો રોટલો મૂકી દો અને આ બન્ને એક બીજાને ચોટી જાય એ માટે 2 થી 4 વેલણ મારીને તેને એક સરખો વણીલો, જેથી નીચે ચોકલેટ લેયર અને ઉપર સફેદ લેયર બરાબર સેટ થશે.
હવે આ રોટલાને આગળની સાઈઝથી બદાવીને રોલ વાળતા જાવ આખો રોલ વળી ગયા બાદ ાખા રોલને બન્ને હાથ વડે ગોળ ગોળ ફેરવી દો એટલે રોલની સાઈઝ બરાબર થી જશે, આજ રીતે 3 રોલ સફેદ અને કોફી કણકમાંથી તૈયાર કરીલો
હવે આ ત્રણયે રોલ તૈયાર છે તેને 1 કલાક સુધી ફ્રિઝમાં રાખી દો, એક કલાક બાદ તેને એક રખી સાઈઝમાં ગોળ ગોળ કટ કરીલો તૈયાર છે તમારા ચોકો રોલ.