જો તમે આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે ન કરવું જોઈએ આ બટરનું સેવન
- પિનટ બટર ઘણા લોકોએ ન ખાવું જોઈએ
- ટહેલ્ધી હોવા છત્તા અને બીમારીમાં કરે છે નુકાશન
પિનટ બટર આજકાલ ઘણા લોકોનું ફએવરેટ બન્યું છે,જો કે આ બટર માપમાં ખાવામાં આવે ત્યા સુધી વાંધો નથી પરંતુ જો વધુ પ્રમાણમાં આ બટર ખાઈ રહ્યા છો તો તમે તમારી હેલ્થ સાછે ચેડા કરી રહ્યા છો એમ કહવું ખોટૂ નથી.હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે પીનટ બટર પ્રોટીન, ફાઇબર, ચરબી અને કેલરીથી ભરપૂર છે. પીનટ બટર બજારમાં સરળતાથી મળી રહે છે. ઘણા લોકો તેનું સેવન ખૂબ આનંદ સાથે કરે છે. તેના ફાયદાઓને ધ્યાનમાં રાખીને તેને સુપર ફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. આયર્ન, ઝિંક, વિટામિન્સ અને પોટેશિયમથી ભરપૂર, પીનટ બટર ભૂખને નિયંત્રિત કરે છે. આટલા બધા ફાયદા હોવા છતાં, સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે કેટલીક સમસ્યાઓથી પીડાતા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.
જાણો કોણે ન ખાવુ જોઈએ આ બટર
જો કોઈ વ્યક્તિ હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હોય તો તેણે પીનટ બટરથી બચવું જોઈએ. જો તમે આનું સેવન કરશો તો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. પીનટ બટર ખાતી વખતે તેની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે.નહી તો તમારી મુયસ્કેલીમાં વધારો થઈ શષકે છે.
જે લોકો વેઈટ વધુ હોવાની સમસ્યામાં જીવી રહ્યા છે તેમણે પણ આ બટર ન ખાવું જોઈએ, તેનું વધુ સેવન કરવાથી તમારી સ્થૂળતા વધુ વધી શકે છે કારણ કે તેમાં પ્રોટીન અને ચરબી સારી માત્રામાં હોય છે.
ઘણીવાર એવા દર્દીઓ માટે પીનટ બટરથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે જેઓ કિડની સંબંધિત કોઈપણ બીમારીથી પીડિત હોય. તેમાં જોવા મળતા અફલાટોક્સિન ઝેરના કારણે લીવરને નુકસાન થવાનું જોખમ રહેલું છે,
આ સાથે જ ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમણે પણ તેનું સેવન ટાળવું જોઈએ. જો તમારા શરીર પર લાલ ચકામા અને ફોલ્લીઓની સમસ્યા સર્જે છે.
પીનટ બટર ખાવાથી કેટલાક લોકોના પેટમાં ફૂલવો થવો અને દુખાવો પણ થઈ શકે છે. આ એક હાઈ ફાઈબર ફૂડ છે જેનાથી તમારું પેટ ભરેલું લાગે છેે