ઘનતેરસની રાત્રે આ સ્થળોએ પ્રગટાવો દિપક, ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે
- ધનતરેસ પર દરેક ખુણામાં દિપ પ્રગટાવો
- દિપ પ્રગટાવવાથઈ ઘરમાં સકારાત્મકતા આવે છે
દેશભરમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,ત્યારે ઘનતેરસને લઈને અનેક ગણો આ ઉત્સાહ જોવા મળે છે,ધનતેરસનો તહેવાર 22 અને 23 ઓક્ટોબરે છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.
ધનતેરસ દર વર્ષે કારતક માસની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. ધનતેરસ સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે ધનત્રયોદશીના દિવસે માતા લક્ષ્મી અને કુબેર સાથે સ્વાસ્થ્યના દેવતા ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા. આ કારણથી ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે,અને ઘરની અનેક જગ્યાઓ પર દિવાઓ પ્રગટાવવામાં આવે છએ તો ચાલો જાણીએ કઈ જગ્યાઓ પર દિવા પ્રગટાવવા જોઈએ.
ધનતેરસનો તહેવાર સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે પૂજા ખંડમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે મંદિરમાં દીવો પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે.
ધનતેરસની રાત્રે સ્મશાનમાં દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે.
ધનતેરસની રાત્રે, કુબેર અને તુલાની પૂજા કર્યા પછી, પૂજા સ્થાનમાં રાતભર બળતો અખંડ દીવો પ્રગટાવો.
પીપળના ઝાડની નીચે લોટના 11 દીવા કરો, તેમાં તેલ ભરીને પ્રજ્વલિત કરો અને ત્યાં બેસીને શ્રીસૂક્ત, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી વિષ્ણુ-લક્ષ્મી સાથે કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે.આ સાથે જ ખાસ કરીને તુલસી, શમી, વડ-લીમડા-પીપળાની ત્રિવેણીમાં દીવો પ્રગટાવો.
ઘરની તિજોરી, દુકાનના હોલ, દીવા આવી જગ્યાએ લગાવવા જોઈએ.જે શુભ હોય છે.
ધનતેરસની રાત્રે કૂવાના નાળા પર લોટના સાત દીવા બનાવીને પ્રગટાવવાથી કુબેર અને વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે