- શિયાળામાં ઘી થી મસાજ કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે
- હોછ અને ત્વવાચની સ્કિન ઘી થી કોમળ બને છે
શિયાળાની શરુઆત થી ચૂકી છએ આવી સ્થિતિમાં હાથ પગના સાંધા દુખવાની ફરીયાદ રહે છે તો સાથે જ હોઠ પણ ફાચટી જાય છે બીજી તરફ હાથ પગની સ્કિન પણ ડ્રાય થવા લાગે છે આવી દરેક ચાનમડીને લગતી સમસ્યાઓમાં દેશી ઘી રામબાણ ઈલાજ સાબિત થાય છે,શિયાળામાં જો દેશીઘી થી હાથ પગ પર મસાજ કરવામાં આવે તો દુખાવો દૂર ખથાય છે તો સાથે સ્કિન પમ કોમળ બને છે.
આ ઋતુમાં ત્વચાની શુષ્કતાની સમસ્યા વધવા લાગે છે. ઘણી વખત તમે ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે ઘણા પ્રકારના લોશનનો ઉપયોગ કરો છો. પરંતુ આ લોશન થોડા સમય માટે જ ત્વચાને ભેજયુક્ત રાખી શકે છે.જો કે ઘી ત્વચાની અંદર પચી જાય છે અને સ્કિનને કોમળ બનાવાનું કામ કરે છે. મોઇશ્ચરાઇઝ રાખવા માટે દેશી ઘીનો ઉપયોગ કરો છો, તો તમને નરમ અને ચમકતી ત્વચા મળે છે.
દેશી ઘી ત્વચાને પોષણ આપે છે અને તેને ચમકદાર અને મુલાયમ પણ બનાવે છે. ચહેરા પર દેશી ઘી લગાવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર થોડા ઘીથી માલિશ કરો. આ નિયમિતપણે કરવાથી વૃદ્ધત્વના સંકેતોને ધીમા કરવામાં પણ મદદ મળે છે.
ઘી તમારા ચહેરા પરના દાગની સાથે કાળા નિશાન અને ડાર્ક સ્પોટ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. દેશી ઘી લગાવવાથી તમારી ત્વચાને પોષણ પણ મળે છે.આ સાથે જ જો તમે આંખો પર દેશી ઘી લગાવો છો, તો તે તમારી આંખોનો થાક દૂર કરે છે. આ માટે રાત્રે સૂતા પહેલા દેશી ઘી ને ગોળ ગોળ ફેરવતી ગતિમાં તમારી આંખોની આસપાસ લગાવો અને હળવા હાથે મસાજ કરો. તેની સાથે આંખના થાકની સાથે ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર થાય છે.