- પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે
- 3 દિવસની મુલાકાત દરમિયાન રાજસ્થાનની મુલાકાત પણ લેશે
અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે આ સાથે જ બીજેપીના નેતાઓ પણ અવાર નવાર ગુજરતાના પ્રવાસે આવી રહ્યા છે આવનારી ચૂંટણીને લઈને હવે બીજેપી ગુજરાતમાં પોતાની સત્તાને મજબૂત બનાવાના અથાગ પ્રયત્નોમાં છે ત્યારે આજથી 30 ઓક્ટોબરથી પ્રધાનમંત્રી મોદી ગુજરાત અને રાજસ્થાનમાં કુલ 3 દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ મુલાકાત દરમિયાન દરમિયાન ગુજરાતના વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટરનો શિલાન્યાસ કરશે અને ભારતના પ્રથમ ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપશે.
આ બાબતે વડાપ્રધાન કાર્યાલય એ જણાવ્યું કે મોદી રવિવારે વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટરનો શિલાન્યાસ કરશે અને સોમવારે ગુજરાત રાજ્ય માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.પીએમ મોદી પટેલની જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 97માં કોમન ફાઉન્ડેશન કોર્સ આરંભ 4.0 ના સમાપન પર તાલીમાર્થી અધિકારીઓને સંબોધશે.
, વડા પ્રધાન તેમની ગુજરાત મુલાકાતની શરૂઆત વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સેન્ટરના શિલાન્યાસ સાથે કરશે. તેઓ શહેરના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને પણ સંબોધશે. ત્યાર બાદ પીએમ મોદી બપોરના સમયે રાજ્યના બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે અને રૂ. 8,000 કરોડના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કરશે.
આ સાથે જ 1 નવેમ્બરના રોજ, પીએમ મોદી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ સ્વતંત્રતા સંગ્રામના અગણિત આદિવાસી નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન રાષ્ટ્રીય રાજધાની પરત ફરતા પહેલા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન પણ કરશે.