- પીએમ મોદી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોચ્યા
- સરદાર વલ્લભ પટેલને નમન કરી આપી શ્રદ્ધાંજલી
અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસને રવિવારથી ગુજરાતની મુલાકાતે આવ્યા છએ ત્યારે આજરોજ સવારે તેઓ કેવડિયા ખાતે આવેલા સલ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મજયંતિ નિમ્મિતે પહોચ્યા હતા અહી તેમણે સરદાર પટેલની પ્રતિમાને નમન કરીને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે આજે સરદાર પટેલની 147મી જન્મજયંતિ છે.
આજરોજ પીએમ મોદીએ એકતા દિવસ પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના શપથ લીધા. તે જ સમયે, અમિત શાહે દિલ્હીમાં રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી હતી.પ્રાપ્ત વિગત પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં લોખંડી પુરૂષને શ્રદ્ધાંજલિ પાઠવી છે,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્મારક સ્થળે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયા પહોંચ્યા હતા. તેમણે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના સિવાય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના, કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ પણ લોખંડી પુરૂષને શ્રદ્ધાંજલિ આપી હતી.
દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. આ અવસરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી ગુજરાતમાં છે, જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી.