હરદળ વાળું દૂધ જ નહી પરંતુ હરદળ વાળું હુંફાળું પાણી પણ સ્વાસ્થઅયને કરે છે ફાયદો, જાણો હલ્દીપાણી પીવાના લાભ વિશે
હરદળ પ્રાચીન કાળથી એક ઔષધિ તરીકે વપરાતો મલાસો છો જે ખાવાનાના રંગ અને સ્વાદની સાથે સાથે હેલ્થને ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે, વાગ્યું હોય એની ઈજાને રુઝાવવી હોય કે પછી ગળાની ખરાશ દૂર કરવી હોય કે પછી ઈન્યુનિટી વધારવી હોય તમામ સમસ્યામાં હરદળ વાળું પાણી કામ લાગે છે તો વેઈટ લોક કરવા માટે કે ચરબીને ઓગાળવા માટે પણ હરદળ વાળું પાણી ખૂબ ઉપયોગી સાબિત થાય છે
રોજ સવારે ખાલી પેટ હળદરના પાણીનું સેવન કરો છો તો તે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. હળદરમાં પોલિફીનોલ્સ અને કર્ક્યુમિન સંયોજનો હોય છે જે તમારા ચયાપચયને વેગ આપે છે. આ સાથે હળદરનું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.
હળદરનું પાણી બનાવવા માટે આખી હળદરનો એક ગઠ્ઠો લો.એક વાસણમાં 2 કપ પાણી નાંખો અને તેમાં ગઠ્ઠો ઉમેરીને હળદરને પાણીમાં સતત ઉકાળો.આ પાણી 1 કપ જેટલું થી જાય ત્યાં સુધી ઉકાળો.પછી તમે આ પાણીને ગાળીને તેમાં થોડું મધ ઉમેરીને મિક્સ કરો.જો તમે ઈચ્છો તો સ્વાદ વધારવા માટે તમે મીઠું અને મરી પણ ઉમેરી શકો છો.હળદરનું પાણી બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારે તેનો ઉપયોગ ગઠ્ઠામાં જ કરવાનો છે.
જોતમે રોજ સવારે ખાલી પેટ હળદરના પાણીનું સેવન કરો, તેનાથી તમારું વજન ઓછું થવા લાગશે.જો તમે ઈચ્છો તો બપોરના ભોજન પછી હળદરના પાણીનું સેવન પણ કરી શકો છો.
હળદરનું પાણી પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે.હળદરમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોધી ગુણ હોય છે જે તમને પેટ સંબંધિત સમસ્યાઓથી દૂર રાખે છે.હળદરનું પાણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે.
ખાલી પેટ હળદરનું પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમનું જોખમ ઓછું થાય છે.હળદરમાં આવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે.