બાળક જેમ જેમ મોટૂ થતું જાય છે તેમ તેમ વર્તનમાં આવે છે પરિવર્તનઃ માતા-પિતાએ સમજીવી જોઈએ આ બબાત
- બાળકની વધતી ઉંમરે માતા પિતાએ રાખવું જોઈએ ધ્યાનટ
- બાળક સાથે હંમેશા મિત્રની જેમ વર્તન કરો
જ્યા સુધી નાનું હોય 4 કે 5 વર્ષનું ત્યા સુધી તે બાળક ગણાય છે પરંતુ તે જેમ જેમ મોટૂ થાય છે તેમ તેમ તેના વર્તન વાણી અને વ્યવહારમાં પરિવર્તન આવે છે આ બાબતને માતા પિતાએ ગંભીરતાથી લઈને બાળક સાથે મિત્ર બનીને ચતાલવું જોઈએ,
જ્યારે બાળક કિશોર અવસ્થામાં આવવા લાગે છે અને માતા પિતાની વાતને માનતા નથી પોતાની મનમાની કરતા હોય છે આ પાછળ તેમની ઉંમર જવાબદાર હોય છે ,જેથી આ ઉમંરે માતા પિતાએ સમજદારી પૂર્વક બાળક સાથએ વર્તન કરવું જોઈએ.
ખાસ કરીને કિશોર અવસ્થામાં બાળકના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થઈ રહ્યા છે. જેની અસર તેમના વર્તન પર સ્પષ્ટપણે જોવા મળે છે. આવી સ્થિતિમાં, માતાપિતાએ ચિંતા કરવાને બદલે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.આ વયના બાળકો ઓળખ સંકટનો સામનો કરી રહ્યા છે. આવા બાળકો પોતાની ઓળખ બનાવવા માટે વડીલોની આજ્ઞા માનવાને બદલે તેમના શિક્ષણ, મિત્રતા અને ભોજન વગેરેને લગતા નિર્ણયો જાતે લેવાનો પ્રયાસ કરે છે. ત્યારે તમારે પ્રેમભાવથી સમજાવવું જોઈએ.
કિશોરાવસ્થામાં બાળકોને નાના-નાના કાર્યો જાતે કરવા પ્રેરિત કરો. ઘર માટે કોઈ પણ જરૂરી વસ્તુઓ ખરીદતી વખતે તેમની સલાહ લો. આ કરતી વખતે એ જરૂરી નથી કે તમે દરેક વાતનું પાલન કરવાનું શરૂ કરો, તમે તમારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય સામેલ કરો