એલન મસ્કનો ટ્વિટરને આદેશ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઘટાડો કરવામાં આવે
- એલન મસ્કનો ટ્વિટરને આદેશ
- એલન મસ્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઘટાડો કરવા કહ્યું
દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલિકી એલન મસ્કન ાહાથમાં આવી છે ત્યારથી ટ્વિટર ચર્ચામાં રહ્યું છે, ટ્વિટરના સીઈઓ સહીત ઘણા કર્મીઓને એલન મસ્કે છટણી કરી ત્યાર બાદ એલન મસ્ક દ્રારા ટ્વિટર પર બ્લૂ ટિક મેળવવા અંગે પેમેન્ટ લાગૂ કરવાનો આદેશ આપ્યો ત્યારે હવે ફરી એક વખતે એલન મસ્કે ટ્વિટરના ઈન્ફાસ્ટ્રક્ચકના ખ્રચતને ઘટાડા કરવાના આદેશ આપ્યા છે.
એલન મસ્કએ ટ્વિટર ઇન્કની ટીમોને વાર્ષિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ બચતમાં $1 બિલિયન સુધી કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો છે, આ બાબતથી પરિચિત બે સ્ત્રોતો અને રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલ આંતરિક સ્લૅક સંદેશા પ્રમાણે, એવી ચિંતા ઊભી કરી છે કે ઉચ્ચ-ટ્રાફિક ઇવેન્ટ્સ દરમિયાન ટ્વિટર ડાઉન પણ થઈ શકે તેની સંભાવનાઓ છે.
માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટરનો હેતુ સર્વર્સ અને ક્લાઉડ સેવાઓમાંથી દરરોજ $1.5 મિલિયનથી $3 મિલિયન ખ્રચની બચત કરવાની છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર ટ્વિટરે તેને “ડીપ કટ્સ પ્લાન” નામ પણ આપ્યું છે.રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલા આંતરિક દસ્તાવેજ પ્રમાણે ટ્વિટર હાલમાં “બધા ખર્ચ અને આવકને ધ્યાનમાં રાખીને” દરરોજ લગભગ $3 મિલિયન ગુમાવી રહ્યું છે.
“સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અન્વેષણ કરી રહ્યું છે કે ટ્વિટર વધુ ટ્રાફિકને હેન્ડલ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે મૂકવામાં આવેલી વધારાની સર્વર સ્પેસમાં ઘટાડો કરવો કે કેમ,” મસ્ક આ ધ્યેય પૂરા કરવા માટે આવું જોખમ લેવા પણ તૈયાર જોવા મળી રહ્યું છે.