કિચન ટિપ્સઃ- તમને પણ મરચાની રાયતી ભાવે છે, તો જોઈલો કાઠીયાવાડી સ્ટાઈલમાં મરચા આથવાની આ ઈઝી રીત
સાહિન મુલતાની-
આથેલા મરચા એટલે કાઠીયાવાડની ઓળખ ,સૌરાષ્ટ્રની કોઈ પણ રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ અને રાયતામાં મળચા ન હોય તેવું બને જ નહી. રાય વાળા ભરેલા મરચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે,ઘણી ગૃહિણીઓ કહે છે કે અમારાથી એવા મરચા બનતા જ નથી, તો આજે આ ઈઝી રીત મરચા ભરવાની લાવ્યા છીએ જે રીતથી તમે મરચા ભરશો તો ખૂબ જ સ્વાદિષ્ટ રાયતી બનશે
સામગ્રી
- 500 ગ્રામ – મોરા વઢવાણી મરચા, અથવા કોઈ પણ મોરા મરચા
- 60 ગ્રામ – વરિયાળી
- 60 ગ્રામ આખા સુકા ઘાણા
- 60 – ગ્રામ રાયનો કુરીયા અથવા આખી રાય
- 20 ગ્રામ – આખા મરી કાળા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 4 મોટા ચમચા – શિંગ તેલ
- 4 ચમચી ભરીને – લીબુંનો રસ
મરચાની રાયતી ભરવાની રીત
સૌ પ્રથમ દરેક મરચામાં વચમાં કટ મારી દો, ત્યાર બાદ વચમાંથી મરચાના બીયાને કાઠીને ખાલી કરી દો,
હવે સુકાઘાણા, વરિયાણી અને રાયને લઈને મિક્સરમાં એક રાઉન્ટ ખાલી ફેરવીલો, ધ્યાન રાખો મસાલો અધકચરો એટલે કે આખો પાકો જ ક્રશ કરવાનો છે.
હવે એક કઢાઈલો તેમાં તેલ ગરમ કરવા રાખો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો
હવે કઢાઈ વાળા તેલમાં આખા મરી નાખો અને તેલ થોડું ઠંડુ થાય એટલે જે માસાલો ક્રશ કર્યો હતો તે તેલમાં નાખીલો.
ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે મીઠું, હરદળ ઉમેરીને બરાબર તમચી વડે મિક્સ કરીલો
હવે એક એક મચરામાં આ મસાલો ડાબી ડાબીને મરચું થોડુ જ ખાલી રહે તે રીતે ભરી દો, હવે આ રીતે જ બદાજ મરચા મલાસો પુરો થાય ત્યા સુધી ભરીદો મલાસો ઘટે તો બીજદો બનાવી લો.
ત્યાર બાદ એક કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં આ મરચાને ભરીદો હવે બરણીની અદંર લીબુંનો રસ નાખઈદો અને બરણીને બરાબર બે થી ત્રણ વખત હલાવી દો જેથઈ લીબુંનો રસ દરેક મરચા સપુધી પહોંચી જાય.
હવે આ બરણીને ફ્રીજમાં રાખી દો, જ્યારે પણ ખાવા બેસો ત્યારે જોઈતા જોઈતા મરચા ખાવા માટે કાઢો, આ રીતથી ભરેલા મરચા ખૂબ જ સ્વાદિષઅટ લાગે છે અને તમારા ભોજનની મજા બમણી બનાવે છે.