1. Home
  2. ગુજરાતી
  3. શું તમારી પાપંણ પાતળી છે ? તો હવે જાડી અને લાંબી પાંપણ કરવા માટે આ સરળ ટ્રિક અપનાવો
શું તમારી પાપંણ પાતળી છે ? તો હવે જાડી અને લાંબી પાંપણ  કરવા માટે આ સરળ ટ્રિક અપનાવો

શું તમારી પાપંણ પાતળી છે ? તો હવે જાડી અને લાંબી પાંપણ કરવા માટે આ સરળ ટ્રિક અપનાવો

0
Social Share

 સ્ત્રીઓની સુંદરતા તેની આંખોથી વધે છે. સુંદર આંખો ખૂબ જ આકર્ષિત હોય છે, દરેક સ્ત્રી સુંદર અને આકર્ષક આંખો રાખવા માંગે છે. આંખોની સુંદરતા વધારવામાં પાંપણનો ભાગ મહત્વનો ભાગ ભજવે છે. તેથી જ દરેક સ્ત્રી જાડી અને લાંબી પાંપણો રાખવાની ઈચ્છા રાખે છે. પરંતુ પાપંણ પાતળી હોય તો ઘણા લોકો આજકાલ ડૂપ્લિકેટ પાપંણનો પમ ઉપયોગ કરે છે.

જો તમે તમારી પાંપણોને વધુ જાડી અને લાંબી દેખાવા ઈચ્છતા હોવ તો આજે અમે તમારા માટે કેટલીક એવી રીતો લઈને આવ્યા છીએ જેનાથી તમે તમારી પાંપણને વધુ જાડી બનાવી શકો. 

તમારે પાંપણને સંપૂર્ણ દેખાવ આપવા માટે પાણીની લાઇન ભરવી જ જોઇએ. તેથી, સ્મજ પ્રૂફ કાજલની મદદથી આઈલેશ વોટર લાઈનને હળવાશથી ભરો. આનાથી તમારી પાણીની લાઇન ભરપૂર દેખાય છે.

જો તમે આંખનો મેકઅપ કરતી વખતે માત્ર એક કોટ મસ્કરા લગાવો છો, તો તમારા લેશને વધુ જાડા બનાવવા માટે તમારા લેશ પર મસ્કરાના બે કોટ લગાવો. તેનાથી તમારી પાંપણ જાડી અને સુંદર લાગશે. 

આ સાથે જ તમારી પાંપણ પર ગ્રોથ સીરમનો ઉપયોગ કરી શકો છો. આઈલેશ લેશ ગ્રોથ સીરમ એ ઘણા પોષક તત્વોનો ભંડાર છે જે તમારી પાંપણોને ભેજયુક્ત અને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેથી, તમારે રાત્રે સૂતા પહેલા તમારી પોપચા પર આઈલેશ ગ્રોથ સીરમ લગાવવું જોઈએ.

 આ સાથે જ તમે રાત્રે સુતા વખતે પાપંણ પર દિવેલ લગાવીને સુઈ જાવો, દિવેલ એવું ઓઈલ છે જે વાળને થીક બનાવે છે અને ગ્રોથ વધારે છે જેથી પાપંણ પર દિવેલ પણ લગાવી શકો છો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code