1. Home
  2. ગુજરાતી
  3. આજથી ક્વાડ દેશોનો જાપાનમાં શરુ કરશે મલાબાર યુદ્ધાભ્સાય – ભારતના યુદ્ધ જહાજ INS શિવાલિક-કામોર્તાની જોવા મળશે તાકાત
આજથી ક્વાડ દેશોનો જાપાનમાં શરુ કરશે મલાબાર યુદ્ધાભ્સાય – ભારતના યુદ્ધ જહાજ INS શિવાલિક-કામોર્તાની જોવા મળશે તાકાત

આજથી ક્વાડ દેશોનો જાપાનમાં શરુ કરશે મલાબાર યુદ્ધાભ્સાય – ભારતના યુદ્ધ જહાજ INS શિવાલિક-કામોર્તાની જોવા મળશે તાકાત

0
Social Share
  • આજથી ક્વાડ દેશો કરશે જાપાનમાં યુદ્ધોભ્યાસ
  • ભારત સહીતના દેશો ચીન સામે શક્તિ પ્રદર્શ બતાવશે

દિલ્હીઃ- આજખી ક્વાડ દેશોના યુદ્ધાભ્યાસની  કવાયત શરુ રહી છે .ચીન સામે આ દેશોની તાકાત જોવા જેવી હશે, જાપાનમાં મલબાર યુદ્ધાભ્યાસનો આજથી આરંભ થઈ રહ્શયો છે.આ યુદ્ધાભ્યાસમાં ક્વોડના ચાર દેશો સમુદ્રમાં ચીનની આક્રમકતા સામે કવાયત કરશે. આ ચાર દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌકાદળનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત વિગત અનુસાર આ  કવાયત 8 નવેમ્બરથી એટલે કે આજથી 18 નવેમ્બર સુધી જાપાનના યોકોસુકા બંદરને અડીને આવેલા સમુદ્રમાં કરવામાં આવશે.જેની તાકાત દુનિયા નિહાળશે,ઉલ્લેખનીય છે કે ચીનને આ દાવપેચ પસંદ નથી. જાપાન અને ઓસ્ટ્રેલિયા આ કવાયતમાં જોડાયા બાદ ચીન હંમેશા નારાજ રહ્યું  છે ત્યારે ભારત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ એકબીજાના હિતોની રક્ષા માટે ક્વોડ ઓર્ગેનાઈઝેશનની રચના કરી છે. આ જ કારણ છે કે આ વર્ષે યોજાનારી મલબાર કવાયત ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. ખાસ વાત એ છે કે આ કવાયતના ઉદ્ઘાટન સમારોહમાં ચાર મૈત્રીપૂર્ણ નૌકાદળના વડાઓ હાજર રહેશે.

જો ભારતની વાત કરવામાં આવે તો ભારત તેના મલ્ટી-રોલ સ્ટીલ્થ ફ્રિગેટ INS શિવાલિક, એન્ટી-સબમરીન કોર્વેટ INS કામોર્ટા અને લાંબા અંતરના દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I તૈનાત કરશે જેની તાકાતથી ચીનના પેટમાં પાણી રેડાઈ તો નવાઈની વાત નહી હોય આ સાથે જ . ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ ‘ક્વાડ’ના અન્ય સભ્યો છે. ચાર દેશોની આ સંયુક્ત કવાયતને ઈન્ડો-પેસિફિકમાં ચીનની વધતી નૌકા શક્તિ સામે મજબૂત સંરક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code