નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિંગેશન એજન્સી (એનઆઈએ)એ કેરળમાં આતંકી પ્રવૃતિઓ મામલે દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આતંકવાદીઓ કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારમાં હુમલાનું કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું છે. એનઆઈએની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએ દ્વારા તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં દરોડા પકડીને અનેક લોકોની અટકાયત કરી રહતી. આતંકવાદી મામલે એનઆઈએ દ્વારા 20 લોકોની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. મલપ્પુરમમાં 3 સ્થળો ઉપર આતંકવાદી ગતિવિધીઓ થતી હોવાનું સામે આવ્યું હતું. જેથી દરોડા પાડીને તપાસનો ધમધમાટ કર્યો હતો. આરોપીઓએ કેમ્પમાં આતંકવાદી તાલીમ લીધી હોવું ખૂલ્યું હતું.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કેરળમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને મોટા દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. આતંકવાદીઓએ દિલ્હી, યુપી, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા શહેરોમાં મોટા હુમલાની યોજના બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે કોઈમ્બતુરમાં મંદિરની પાસે બ્લાસ્ટ થયો અને એક એન્જિનિયર છોકરાનું મોત થયું હતું. કેન્દ્ર સરકારે આ બ્લાસ્ટની તપાસ એનઆઈએને સોંપી દીધી. બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ આ મામલામાં એનઆઈએની તપાસ કરવાની ભલામણ કરી હતી. તમિલનાડું સરકારે કહ્યું હતું કે તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે તેમાં રાજ્યોના બહારી તત્વો સંડોવાયેલા છે અને આંતરરાષ્ટ્રીય તાર જોડાયેલા હોઈ શકે છે.