નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે, કોટન મૂલ્ય શૃંખલા માટેની પહેલની પ્રગતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં વસ્ત્ર સલાહકાર સમૂહ સાથે ત્રીજી સંવાદાત્મક બેઠક યોજી હતી.
નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પીયૂષ ગોયલે ભારતીય કપાસના બ્રાન્ડિંગ પર ભાર મૂક્યો અને ગ્રાહકો પાસેથી કસ્તૂરી બ્રાન્ડેડ ઉત્પાદનો માટે વફાદારી અને આકર્ષણનું નિર્માણ કરવા પર્ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આત્મનિર્ભર ભારત તરફ આ એક આવકારદાયક પગલું છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ઉદ્યોગોએ મોખરે રહેવું જોઈએ અને ભારતીય કપાસ કસ્તૂરીનું બ્રાન્ડિંગ અને પ્રમાણિત કરવાની જવાબદારી સંભાળીને સ્વ-નિયમનના સિદ્ધાંત પર કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ઉદ્યોગે જગતે ઔદ્યોગિક ભંડોળના યોગદાન સાથે બ્રાન્ડિંગ પહેલનું નેતૃત્વ કરવું જોઈએ.
મંત્રી પીયૂષ ગોયલે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર કાપડ ઉદ્યોગ અને ઉદ્યોગ સંઘોને 75 હજાર હેન્ડહેલ્ડ કપાસ પ્લકર મશીન માટે ભંડોળ આપવા પ્રોત્સાહિત કર્યા હતા.