ટ્વિટરે PM મોદી સહીતના નેતાઓના અકાઉન્ટ્સને ઓફિશીયલ લેબલ આપ્યું અને પછી તરત હટાવી દીધું
- ટ્વિટરનો વધુ એક બદલાવ
- પીએમ મોદી સહીતના એકાઉન્ટસને આપ્યું ઓફિશીયલ લેબલ
- લેબલ આપ્અયા બાદ થોડી વારમાં તે હટાવ્યું
દિલ્હીઃ- જ્યારથી એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી ટ્વિટર વિશઅવભરમાં ચર્ચામાં આવ્યું છે, તેઓ ટ્વિટર પર અનેક બદલાવ લાવી રહ્યા છે આવી સ્થિતિમાં વિતેલી રાત્રે ટ્વિટરે વધુ એક અખતરો કર્યો હતો.ટ્વિટરે પીએમ મોદી અને રાહુલ ગાંઘી ,હીતના ઘણા નેતાઓના ટ્વિટર એકાઉન્ટ્સ પર ઓફિશીયલ લેબેલ આપ્યુ હતું જો કે થોડી જ વાર માં ટ્વિટર દ્રારા આ લેબલ હટાવી પણ લેવાયું હતું.
જો કે આ બાબતે ટ્વિટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ટ્વિટર બ્લૂ એકાઉન્ટ્સ અને વેરિફાઈડ એકાઉન્ટ્સ વચ્ચે તફાવત લાવવા માટે આ સુવિધા કરવામાં આવી હતી.
ટ્વિટર પર મોદીનું ‘બ્લુટિક’ વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ @narendramodi તેની નીચે ‘ઓફિશિયલ’ લખીને એક વર્તુળમાં ટિકમાર્કથી ચિહ્નિત કરવામાં આવ્યું હતું. આ જ લેબલ ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેટલાક અન્ય મંત્રીઓના ટ્વિટર હેન્ડલ પર જોવા મળ્યું હતું. જો કે, ટ્વિટરે થોડી જ વારમાં તે બોક્સ હટાવી દીધું છે.આ સાથે જ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી, કેટલાક અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ તેમજ સચિન તેંડુલકર જેવા ખેલાડીઓને આ ‘લેબલ’ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્વિટરે તાજેતરમાં વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે જાહેરાત કરી છે તે ફેરફારોને અનુરૂપ આ પગલું આવે છે.‘સત્તાવાર’ લેબલ મુખ્ય મીડિયા સંસ્થાઓ અને સરકારો સહિત ચકાસાયેલ એકાઉન્ટ્સને પસંદ કરવા માટે આપવામાં આવે છે.
ટ્વિટરના અધિકારી એસ્થર ક્રોફોર્ડે ટ્વિટર પર કહ્યું, ‘ઘણા લોકોએ પૂછ્યું છે કે તે ટ્વિટર બ્લુ ટિક સબસ્ક્રાઇબર્સ અને બ્લુ ચેકમાર્કવાળા સત્તાવાર રીતે વેરિફાઇડ એકાઉન્ટ્સ વચ્ચે કેવી રીતે તફાવત કરશે. આ જ કારણ છે કે અમે કેટલાક ખાતાઓ માટે ‘સત્તાવાર’ લેબલ રજૂ કરી રહ્યા છીએ.