ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને જામનગર ઉત્તરમાં બીજેપીએ આપી ટિકિટ
- વિન્દ્ર જાડેજાની પત્નીને પણ ણળી ટિકિટ
- જામનગર ઉત્તરથી લડશે ચૂંટણી
અમદાવાદઃ- આજરોજ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પહેલી યાદી જડારી કરી છે જેમાં જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને પણ ટિકિટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક યોજાઈ ચૂકી છે.જે બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે.
જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજાની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઈને અનેક વાતો થઈ રહી હતી ત્યારે આ અટકળોનો અંત આવ્યો છે
રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જામનગર ઉત્તરમાંથી ભાજપ દ્રારા ટિકિટ મળી છે.5 સપ્ટેમ્બર, 1990ના રોજ જન્મેલા રીવાબા જાડેજાએ ગુજરાતના રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. વર્ષ 2019 માં ભાજપમાં તેઓ જોડાયા હતા . રીવાબા અને રવિન્દ્ર જાડેજા 17 એપ્રિલ, 2016 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા.
આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ગુરુવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે 100 નામોની યાદી જાહેર કરી હતી.