દક્ષિણથી ઉત્તર ભારત સુધીની ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમ સુધીની યાત્રા કરશે
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત યાત્રા કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો જોડાઈ રહ્યાં છે, એટલું જ નહીં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં પણ આ યાત્રાથી નવી ઉર્જાનો સંચાર થયો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મળી રહેલા પ્રતિસાદથી ભાજપ સહિતના પક્ષોમાં ગણગણાટ શરૂ થવા લાગ્યો છે. દરમિયાન રાહુલ ગાંધી આગામી વર્ષે પૂર્વ ભારતથી પશ્ચિમ ભારતની યાત્રા કરે તેવી શકયતા છે. ભારત જોડો યાત્રાના આ બીજા તબક્કાની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આમ પ્રથમ બાદ બીજા તબક્કાની યાત્રા પણ સફળતા પૂર્વક પૂર્ણ થશે તો રાહુલ ગાંધી આઠ મહિનાના સમયગાળામાં લગભગ 7 હજાર કિમીની પદયાત્રા પુરી કરશે.
રાહુલ ગાંધીની બીજા તબક્કાની ભારત જોડો યાત્રા નોર્થ ઈસ્ટથી લઈને ગુજરાતના કચ્છ સુધી હશે. જેનો રૂટ હજુ ફાઈનલ થયો નથી. રાહુલ ગાંધીની ટીમ હાલ આ યાત્રાનો રોડ મેપ તૈયાર કરી રહી છે. પ્રિયંકા ગાંધીના રાજકીય સલાહકાર વિભાકર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હાલ બોટલ ટુ અપ એટલે કે દક્ષિણ ભારતથી ઉત્તરભારતની યાત્રા યોજવામાં આવી રહી છે. આગામી યાત્રા પૂર્વથી પશ્ચિમ સુધી હતી. બીજી યાત્રાનું પ્લાનીંગ પૂર્ણ થયું છે. અમે બંને યાત્રામાં દેશના વધારેમાં વધારે કવર કરવા માંગીએ છીએ. હાલ એક રોડમેપ તૈયાર કરાયો છે પરંતુ બીજા તબક્કાની યાત્રાના રૂટને હજુ સુધી ફાઈનલ કરવામાં આવ્યો નથી. બીજા તબક્કાની યાત્રા વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે. હાલ પ્રથમ તબક્કાની યાત્રા લગભગ અડધી પૂર્ણ થઈ છે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના પ્રથમ તબક્કામાં લગભગ 3700 કિમીનું અંતર કાપશે. જેમાં ભારત રાજ્યોનો સમાવેશ થાય છે. પૂર્વથી પશ્ચિમની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો લગભગ 3500 કિમીની આસપાસ હશે.