રાષ્ટ્રપતિ પુતિન ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં
દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેશે નહીં અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.રશિયાના વિદેશ મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે,રાષ્ટ્રપતિ પુતિન બાલીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું, “બાલી 15-16 નવેમ્બરના રોજ 17મી જી20 સમિટનું આયોજન કરશે.રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.તે પૂર્ણ સત્રમાં હાજરી આપશે અને સંખ્યાબંધ દ્વિપક્ષીય બેઠકો યોજશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી જી-20 સમિટમાં ભાગ લેવા માટે 14-16 નવેમ્બર દરમિયાન બાલીની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટની બાજુમાં “તેમના કેટલાક સમકક્ષો” સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. ભારત 1 ડિસેમ્બરથી ઔપચારિક રીતે G20નું પ્રમુખપદ સંભાળશે.