ભારત 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે-અમિત શાહ
દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમિલનાડુના ચેન્નાઈમાં કહ્યું કે,છેલ્લા આઠ વર્ષમાં દેશે વિકાસ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ઝડપથી કામ કર્યું છે.તેમણે કહ્યું કે,2025 સુધીમાં ભારત ચોક્કસપણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે.
તેમણે કહ્યું, તાજેતરના મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર, ભારત 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.આ માટે આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગૃહમંત્રીએ કહ્યું કે, મોદી સરકારની અસરકારક અને પારદર્શક નીતિઓને કારણે છેલ્લા આઠ વર્ષમાં દેશે વિવિધ ક્ષેત્રોમાં ઘણું હાંસલ કર્યું છે.
શાહે કહ્યું કે,રાજકીય સ્થિરતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનને કારણે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે.IMFએ ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કર્યા છે.તે આગાહી કરે છે કે, ભારત 2022-23માં 6.8% જીડીપી સાથે G20માં બીજા ક્રમે અને 2023-24માં 6.1% જીડીપી સાથે પ્રથમ ક્રમે આવશે.