- ભૃંગરાજ વાળને કાળા કરે છે
- આ એક આર્યુવેદિક જડીબુટ્ટીઓ છે
દરેક સ્ત્રીઓ માટે વાળ ખૂબ મહત્વ ઘરાવે છે, દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે ખૂૂબ સુંદર દેખાઈ અને સ્ત્રીઓની સુંદરતા તેના વાળથી હોય છે જો કે બદલતી ઋતુની સાથે વાળ ખરવા તૂટવાની સમસ્યા થાય છે.આ દરેક સમસ્યાનો ઈલાજ એટલે ભૃગરાજ ,પ્રાચીન કાળથી આ જડી બુટ્ટી વાળ માટે ઉપયોગમાં લેવાય છે તેના અનેક તેલ અને શેમ્પુ બને છે. તો ચાલો જાણીએ ભૃંગરાજનો કેવી રીતે કરવો ઉપયોગ.ભૃંગરાજમાં આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન ઇ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. જો તમારે વાળની યોગ્ય કાળજી લેવી હોય તો ભૃંગરાજને વાળમાં લગાવી શકો છો
જાણો ભૃંગરાજના ફાયદાઓ
ભૃંગરાજનો ઉપયોગ વાળની લંબાઈ વધારવામાં મદદ કરે છે.જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો ભૃંગરાજનો ઉપયોગ કરી શકો છો.ભૃંગરાજથી વાળના ફોલિકલ્સને ફાયદો થાય છે અને ભૃંગરાજ તેલ લગાવવાથી વાળનો વિકાસ થાય છે.
ભૃંગરાજ ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.તેનાથી વાળ મજબૂત બને છે.વાળના અકાળે સફેદ થવાની સમસ્યાને દૂર કરવા માટે ભૃંગરાજ લગાવી શકાય છે.
ભૃંગરાજ તેલ ડ્રાય-ડ્રાય સ્કૅલ્પને ભેજ આપવામાં મદદરૂપ છે.સ્વસ્થ દેખાતા વાળ માટે ભૃંગરાજ લગાવો. તેનાથી વાળમાં ચમક પણ આવે છે.
આ રીતે ઉપયોગ કેવી રીતે કરવો
સામાન્ય તેલની જેમ ભૃંગરાજ તેલથી વાળમાં માલિશ કરી શકાય છે. માથું ધોવાના અડધા કલાક પહેલા ભૃંગરાજ તેલ લગાવી શકાય છે. તે વાળને વધવા અને ચમકદાર બનાવવામાં સારી અસર દર્શાવે છે.
ભૃંગરાજમાંથી હેર માસ્ક પણ બનાવી શકાય છે. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે ભૃંગરાજને પીસીને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 15 થી 20 મિનિટ સુધી વાળમાં રાખ્યા બાદ ધોઈ લો.
જો વાળમાં ખોડો થતો હોય તો આમળાના પાઉડરમાં ભૃંગરાજ પાઉડર મિક્સ કરીને પાણીમાં પેસ્ટ બનાવીને માથા પર 15 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ લો.