આ છે દેશના સૌથી ડરામણા રેલ્વે સ્ટેશન, જેને જોતા જ છૂટી જાય છે પસીનો, આ સાથે કેટલીવ દંતકથા છે જોડાયેલી
ભારત દેશમાં ઘણા બધા રેલ્વે સ્ટેશનો આવે ચે, જેમાંના ઘણા બધા એવા રેલ્વે સ્ટેશનો છે જ્યા રાત્રે જતા જ ભલભલાના રુંવાટા ઊભા થી જાય છે,કેટલાકના પસીના છૂટી જાય છે.કેટલાક ખૂબ નાના છે, કેટલાક ખૂબ મોટા રેલ્વે સ્ટેશનો છે અને કેટલાક સ્ટેશનો એવા છે જે ખૂબ જ ડરામણા છે એટલે કે ભૂતિયા રેલવે સ્ટેશનો છે.તો ચાલો જાણીએ આવા જ કેટલાક રેલ્વે સ્ટેશનો વિશે કે જ્યાં રાત્રિ દરમિયાન કેટલાક સ્ટેશનો પર આત્માઓની બૂમોનો અવાજ આવે છે. આજે અમે તમને આવા જ કેટલાક ભૂતિયા સ્ટેશનો વિશે જાણીશું.
બગોર રેલ્વે સ્ટેશન
બરોગ રેલ્વે સ્ટેશન હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલું છે. તે દેશના સૌથી ડરામણા રેલ્વે સ્ટેશનોમાંથી એક છે. હિલ સ્ટેશન પર આવેલું આ રેલવે સ્ટેશન જોવામાં ખૂબ જ સુંદર છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા જોઈને તમારો દિવસ બની જશે, પરંતુ રાત અંધારી થઈ શકે છે, કારણ કે કહેવાય છે કે અહીં રાત્રે ભૂત જોવા મળે છે. આ સ્ટેશન પાછળની ભૂતની અનેક કહાનિઓ છે.જેથઈ અહી આવતા લોકો રાત્રે ડરતા હોય છે
આ માટે એવું કહેવામાં આવે છે કે બરોગ ટનલનું નિર્માણ બ્રિટિશ એન્જિનિયર કર્નલ બરોગ દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે કોઈ કારણસર ટનલની બાજુમાં આત્મહત્યા કરી લીધી. સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે ત્યારથી કર્નલની ભાવના ટનલમાં રહે છે.
લુઘિયાણા
પંજાબના લુધિયાણામાં સ્થિત લુધિયાણા રેલવે સ્ટેશનના એક રૂમની વાર્તા ભૂતિયા છે. કહેવાય છે કે તે રૂમમાં સુભાષ નામના રિઝર્વેશન કાઉન્ટર ઓફિસરનું મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે તેને તેની નોકરી એટલો પ્રેમ હતો કે તેના મૃત્યુ પછી પણ તેનો મોહ છોડ્યો નહીં.જો કે આ હકીકત ન પણ હોય શકે પણ દંત કથાો પ્રમાણે લોકો આવું માની ને અહીયા આવતા ડરે છે.
નૈની સ્ટેશન
ઉત્તર પ્રદેશનું નૈની રેલ્વે સ્ટેશન નૈની જેલ પાસે આવેલું છે. આ જેલમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાતનાઓ આપવામાં આવી અને અંતે તેઓ મૃત્યુ પામ્યા. એવું કહેવાય છે કે ત્યારથી તે બધા આત્માઓ રાત્રે સ્ટેશનની આસપાસ ફરે છે.જો કે સત્ય હોય તે કહી શકાતું નથઈ પ ણદંત કથાઓ આવું કહે છે.
ચિત્તુર સ્ટેશન
આંધ્રપ્રદેશના ચિત્તૂર રેલ્વે સ્ટેશનને તેની વાર્તાઓને કારણે ભૂતિયા માનવામાં આવે છે. કહેવાય છે કે હરિ સિંહ નામના સીઆરપીએફ ઓફિસર આ સ્ટેશન પર ઉતર્યા હતા. અહીં તેના પર RPF જવાનો અને TTE દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે માર્યો ગયો હતો. સ્થાનિક લોકોનું માનવું છે કે ત્યારથી તે અધિકારીની આત્મા ન્યાયની શોધમાં ત્યાં ભટકી રહી છે.એહી આવતા રાત્રીના સમયે લોકો ડરતા જોવા મળે છે.