- દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં
- અગાઉની તુલનામાં દિલ્હીની હવા થોડી સુધરી
દિલ્હીઃ- શિયાળો આવતાની સાથે જ પંજાબ તથા પહિયાણા સહીતના વિસ્તારોમાં પરાળી સળગાવવાની ઘટના વધે છે પરિણામે રાજધાની દિલ્હીમાં વાયુ પ્રુષણનું સ્તર જોખમી બનતું જોય છે, આ વર્ષે પણ દિવાળી બાદ દિલ્હીની સ્થિતિ હવા પ્રદુષણ મામલે ખૂબ ખરાબ જોવા મળી હતી જો કે હવે થોડી રાહત થતી જોવા મળે છે.
હવામાન વિભાગની એજન્સી સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ એ આપેલી જાણકારી મુજબ રાજધાનીની એર ક્વોલિટી ઈન્ડેક્સ આજરોજ સવારે 8:00 વાગ્યે 320 હતો. આ દૃષ્ટિકોણથી, રવિવારે સવારે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે. જો કે, આ સુધારા છતાં શહેરની હવાની ગુણવત્તા હજુ પણ ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં છે. શનિવારે શહેરમાં હવાની ગુણવત્તા 353 નોંધાઈ હતી.
આ સાથે જ દિલ્માંહી એનસીઆરમાં પણ ખરાબ હવાની ગુણવત્તા જોવા મળી હતી કારણ કે નોઇડામાં પણ 341 એર ક્વોલિટી ઈન્ડેક્ષ સાથે ખૂબ જ નબળી હવાની ગુણવત્તા નોંધવામાં આવી હતી, જ્યારે ગુરુગ્રામનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 324 હતો અને ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રહ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીના તમામ મુખ્ય મોનિટરિંગ સ્ટેશનો પર નોંધાયેલ એર ક્વોલિટી ઈન્ડેક્ષ પણ ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રહ્યો. પુસાએ 326નો એર ક્વોલિટી ઈન્ડેક્ષ નોંધ્યો હતો, જ્યારે ધીરપુરે 319નો એર ક્વોલિટી ઈન્ડેક્ષ નોંધ્યો હતો.
આ સાથે જ દિલ્હીના બીજા વિસ્તારોની વાત કરવામાં આવે તો લોધી રોડે 315, દિલ્હી એરપોર્ટ (T3)એ 315નો એર ક્વોલિટી ઈન્ડેક્ષ અને મથુરા રોડે 324નો એર ક્વોલિટી ઈન્ડેક્ષ નોંધ્યો હતો.જો કે ભલે હાલ દિલ્હીની હવામાં સુધારો જોવા મળ્યો છે પરંતુ હાલ દિલ્હીની હવા પણ ખરાબ શ્રેણીમાં છે.