T 20 વર્લ્ડ કપમાં ઈંગલેન્ડની શાનદાર જીત – ઈંગલેન્ડે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું
- ઈંગલન્ડની ટી 20 વર્લ્ડકપમાં શાનદાર જીત
- ઈંગલેન્ડે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું
દિલ્હીઃ- ટી 20 વર્લ્ડકપમાં ભારતે ઈંગલેન્ડ સામે સેમી ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો , ત્યાર બાદ પાકિસ્તાન અને ઈંગલેન્ડ વચ્ચે આજે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો છે, દેશભરમાં આજે ભલે ઈન્ડિયાની મેચ ન હતી છત્તા પણ ખુશીનો માહોલ છે કારણ કે ઈંગલેન્ડ સામે પાકિસ્તાનને માત મળી છે. આ પહેલા પાકિસ્તાનના પીએમએ પાકિસ્તાનની જીતને લઈને ટ્વિટર પર ટ્વિટર વોર છેડ્યું હતું જેને લઈને હવે પાકિસ્તાનની હારથી દર્શકો ખુશ જોવા મળી રહ્યા છે.
1992 એ સમયે ODI વર્લ્ડ કપની ફાઈનલ હતી. આ વખતે ટીૂ 20નું ટાઈટલ મેચ 13 નવેમ્બરે છે. ઈમરાન ખાનની કપ્તાનીમાં પાકિસ્તાને ગ્રેહામ ગૂચની ટીમ ઈંગ્લેન્ડને 22 રને હરાવીને તેનું પ્રથમ વિશ્વ ખિતાબ જીત્યો હતો. આ વખતે ઈંગ્લેન્ડ કે પાકિસ્તાન જે પણ ટીમ જીતે તે તેનું ત્રીજું વર્લ્ડ ટાઈટલ હશે. આ પહેલા બંને ટીમોએ એક-એક વનડે અને એક ટી-20 વર્લ્ડ કપ જીત્યો છે.
ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને જીત પોતાના નામે કરી છે બેન સ્ટોક્સના શાનદાર પ્રદર્શનના આધારે ઈંગ્લેન્ડે મેલબોર્નમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે 5 વિકેટના નુકસાને મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. સેમ કુરન અને આદિલ રાશિદે ટીમ માટે જોરદાર બોલિંગ કરી હતી.