વિશ્વના વિકાસ માટે ભારત મહત્વપૂર્ણ દેશ, યુક્રેન યુદ્ધ અને કોરોનાએ વિશ્વમાં તબાહી ફેલાવી – G 20 સમ્મેલનમાં પીએમ મોદી
- પીએમ મોદી એ જી 20 સમ્મેલનમાં દેશના વખામ કર્યા
- વિશ્વના વિકાસ માટે ભારત મહત્વપૂર્ણ દેશ
દિલ્હીઃ- આજે 15 નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના બાલી ખાતે જી 20 સમ્મેલનનો આરંભ થયો છે ,પીએમ મોદી સહીત વિશ્વના અનેક નેતાઓની અહી હાજરી જોવા મળી છે,પીએમ મોદીએ આ સમિટને સંબોઘિત કરી હતી આ દરમિયાન તેમણે ભારતની પ્રસંશા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા બાલીની અપૂર્વા કેમ્પિન્સકી હોટલ પહોંચ્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ અહીં તેમનું સ્વાગત કર્યું હતું.મોદીની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને G-20 શેરપા અમિતાભ કાંત પણ હાજર છે. પીએમ મોદી સાથે હોટલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અન્ય નેતાઓ હાજર છે.
પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક વિકાસ માટે ભારતની ઊર્જા સુરક્ષા મહત્વપૂર્ણ છે. કારણ કે, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર સાબિત થયું છે. “આપણે ઊર્જાના પુરવઠા પર કોઈ પ્રતિબંધને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને ઊર્જા બજારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવી જોઈએ,”
આ સહીત પીએમ મોદીએ એ પણ કહ્યું કે વર્ષ 2030 સુધીમાં આપણી અડધી વીજળી રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા થશે,અને ભારતમાં ટકાઉ ખાદ્ય સુરક્ષા માટે, અમે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ .
જી-20 સમિટ દરમિયાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ કહ્યું, અમે વિશ્વ વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય કાયદા જોયા છે. આજે દુનિયાની નજર અમારી બેઠક પર છે. મારા મતે, G-20 સફળ થવો જોઈએ. આ સહીત પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે વિશઅવમાં યુ્કેરન યુદ્ધ અને કોરોના મહામારીએ ખૂબ તબાહી મચાવી છે.