ઈન્ડોનેશિયામાં 20 હજારની ચલણી નોટ ઉપર ભગવાન શ્રી ગણેશજી ચિત્ર
નવી દિલ્હીઃ ભારત સહિતના અનેક દેશોમાં હિન્દુ પ્રજા વસવાટ કરે છે, મુસ્લિમ દેશ ગણાતા ઈન્ડોનેશિયામાં માત્ર 3 ટકા જ હિન્દુ છે તેમ છતા જાહેર સ્થળો હિન્દુ દેવી-દેવતાની પ્રતિમા જોવા મળે છે, એટલું જ નહીં રૂ. 20 હજારની નોટ ઉપર ભગવાન શ્રી ગણેશજીનું ચિત્ર જોવા મળે છે. ઈન્ડોનેશિયામાં ભગવાન શ્રી ગણેશને શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે.
PM નરેન્દ્ર મોદીએ મંગળવારે G-20 દેશોની કોન્ફરન્સના મંચ પરથી પોતાની વાત રાખી હતી. તેમણે જણાવ્યું કે ભારત આજે કેટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ભારતની ભાવિ યોજના પણ વિશ્વના દેશો સાથે શેર કરી હતી. આ બધાની વચ્ચે વિદેશની ધરતી પર તેમના મુખમાંથી નીકળેલું ભગવાન શ્રી ગણેશનું નામ કોઈ આશ્ચર્યથી ઓછું ન હતું. આ કદાચ બાકીના વિશ્વ માટે આશ્ચર્યજનક બન્યું હશે, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા માટે તે આશ્ચર્યજનક ન હતું. હકીકતમાં, આ બંને દેશો મોટાભાગે સમાન સંસ્કૃતિ ધરાવે છે. ઈન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી અને ઈસ્લામિક દેશ હોઈ શકે છે પરંતુ તેનું બીજું પાસું પણ છે. ભારતમાં કોઈપણ શુભ કાર્ય પહેલા શ્રી ગણેશની જે રીતે પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે ઈન્ડોનેશિયામાં પણ તેમની પૂજા કરવામાં આવે છે. આ જ કારણ છે કે ઈન્ડોનેશિયાની રૂ. 20 હજારની નોટ પર ભગવાન શ્રી ગણેશનું ચિત્ર અંકિત છે. ઈન્ડોનેશિયામાં ભારતીય દેવી-દેવતાઓના ઉદાહરણો માત્ર ત્યાંના ચલણમાં જ જોવા મળતા નથી, પરંતુ એવી ઘણી જગ્યાઓ છે હિન્દુ દેવી-દેવતાઓ જોવા મળે છે.
ઇન્ડોનેશિયામાં એક સાર્વજનિક સ્થળે એક પ્રતિમા છે જે અર્જુનને જીવનના રહસ્યો અને ભગવદ ગીતાનું જ્ઞાન આપે છે. એટલું જ નહીં ઈન્ડોનેશિયામાં ઘણી હિંદુ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. જે દેશમાં હિંદુઓની વસ્તી માત્ર 3 ટકા છે ત્યાં હિંદુ દેવી-દેવતાઓને અનેક ઘણુ મહત્વ આપવામાં આવે છે. ઈન્ડોનેશિયન ભગવાન ગણેશને શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવ તરીકે પૂજવામાં આવે છે. આ જ કારણ છે કે રૂ. 20 હજારની નોટની બીજી બાજુ ક્લાસરૂમની તસવીર છાપવામાં આવી છે. તેના પર ઈન્ડોનેશિયાની આઝાદીના હીરો અને દેશના પ્રથમ શિક્ષણ મંત્રી હજર દેવંત્રાની તસવીર પણ છપાઈ છે.
થોડા વર્ષો પહેલા જ્યારે ઈન્ડોનેશિયાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, ત્યારે ખૂબ વિચાર કર્યા પછી દેશમાં 20 હજાર રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી અને તેના પર શ્રી ગણેશની તસવીર છાપવામાં આવી. ઈન્ડોનેશિયામાં એવું માનવામાં આવે છે કે આ નોટ આવ્યા બાદ ત્યાંની અર્થવ્યવસ્થા પહેલાની જેમ ક્યારેય ઘટી નથી. ઇન્ડોનેશિયાનો હિંદુ દેવી-દેવતાઓ સાથેનો સંબંધ એ રીતે પણ જોઈ શકાય છે કે હનુમાનજી ત્યાંની સેનાની ઓળખ છે. ઈન્ડોનેશિયામાં મહાભારતના યુદ્ધમાં પાંડવો તરફથી યુદ્ધ કરનાર ઘડોત્કચની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.