કોટક મહિન્દ્રા બેંકના CEO પદ પરથી રાજીનામું આપશે ઉદય કોટક
મુંબઈ સ્થિત કોટક મહિન્દ્રા બેંકને નવા સીઈઓ મળવાના છે અને આ માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે.હાલમાં દેશના સૌથી મોટા બેંકર ઉદય કોટક આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેમના પછી આ જવાબદારી તેમના પુત્ર જય કોટક નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિ સંભાળશે. બેંકના ટોચના અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર કોટક મહિન્દ્રા બેંકમાં નવા CEOની નિમણૂક માટે છ મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.એટલે કે આગામી 6 મહિનામાં નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઉદય કોટકના સ્થાને બેંકની કમાન સંભાળી શકે છે.આ દરમિયાન સૌથી મોટું અપડેટ એ આવ્યું છે કે,ઉદય કોટકના પુત્ર જય કોટકનું નામ સીઈઓના દાવેદારોમાં સામેલ નથી.
રિપોર્ટમાં કોટક મહિન્દ્રા બેંકના સંપૂર્ણ સમયના ડિરેક્ટર KVS Manian ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે,બેંકના સ્થાપકના પુત્ર જય કોટકનું નામ CEO પદની રેસમાં નથી.તેમણે કહ્યું હતું કે જય કોટક હજુ યુવાન છે અને તેમણે યોગ્યતાના આધારે આગળ વધીને કામ કરવું પડશે.કોટક બેંકનું બોર્ડ આગામી 5 કે 6 મહિનામાં તેના પસંદ કરેલા નામની જાહેરાત કરશે.
નોંધપાત્ર રીતે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તમામ બેંકોના CEO પદના કાર્યકાળની મહત્તમ મર્યાદાને લઈને એક નિયમ બનાવ્યો છે.આ અંતર્ગત ઉદય કોટકે CEO પદ પરથી રાજીનામું આપીને બેંકની કમાન નવા CEOને સોંપવી પડશે.ઉદય કોટક વર્ષ 1985માં CEO તરીકે બેંકની શરૂઆતથી જ તેનું નેતૃત્વ કરી રહ્યા છે.