1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

0
Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે.

ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં લોકલાઈઝર, ગ્લાઈડપાથ અને અંતર માપવાના ઉપકરણોનો સમાવેશ થાય છે. જેનાથી દરેક મોસમમાં એરપોર્ટ પર કામગીરી કરવામાં મદદ મળશે. રાજ્યમાં હવામાનની અણધારી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ એક ખૂબ જરૂરી ટેકનોલોજી હતી.આ એરપોર્ટને 640 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઇટાનગરનું આ એરપોર્ટ પહેલાં હોલોન્ગી એરપોર્ટ તરીકે જાણીતું  હતું.

પૂર્વોત્તર રાજ્યમાં આવેલું આ એરપોર્ટ દેશના અન્ય  રાજ્યોની કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને સમગ્ર પ્રદેશમાં વેપાર અને પર્યટનના વિકાસ માટે પણ પ્રેરક બનશે. તેનો રનવે 2300 મીટર જેટલો છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી 8450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત 600 મેગાવોટ કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશને પાવર સરપ્લસ રાજ્ય બનાવશે.

ઇટાનગરના કાર્યક્રમ બાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસી જવા રવાના થશે. જ્યાં પીએમ ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરે છે. તેનો ઉદ્દેશ્ય તમિલનાડુ અને કાશી વચ્ચેના વર્ષો જૂના સંબંધોને જીવંત કરી આગળ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વડા પ્રધાનના વિઝન દ્વારા સંચાલિત, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિચારને પ્રોત્સાહન આપવું એ સરકારના મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે. આ વિઝનને પ્રતિબિંબિત કરતી એક પહેલમાં, કાશી (વારાણસી)માં આ  એક મહિનાનો કાર્યક્રમ ‘કાશી તમિલ સંગમમ’ યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બંને ક્ષેત્રોના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, ફિલોસોફરો, ઉદ્યોગપતિઓ, કારીગરો, કલાકારો વગેરે સહિત જીવનના તમામ ક્ષેત્રના લોકોને એક મંચ પર એકસાથે લાવવા, તેમના જ્ઞાન, સંસ્કૃતિ અને શ્રેષ્ઠ પ્રથા-પરંપરાઓનું આદાન-પ્રદાન કરવું  અને તેમને એકબીજા પાસેથી આ બધું શીખવાની તક પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ માટે તામિલનાડુમાંથી 2500 થી વધુ પ્રતિનિધિઓ કાશી આવવાના છે.આ લોકો સમાન વેપાર, વ્યવસાય અને રસ ધરાવતા સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કરવા માટે સેમિનાર, સ્થળ મુલાકાત વગેરેમાં ભાગ લેશે. બંને પ્રદેશોના હેન્ડલૂમ્સ, હેન્ડીક્રાફ્ટ્સ, ઓડીઓપી પ્રોડક્ટ્સ, પુસ્તકો, ડોક્યુમેન્ટ્રી, વ્યંજનો, કલા સ્વરૂપો, ઈતિહાસ, પ્રવાસન સ્થળો વગેરેનું એક મહિનાનું પ્રદર્શન પણ કાશીમાં યોજવામાં આવશે. આ પ્રયાસ NEP 2020ના ભારતને અનુરૂપ છે,  જે ભારતીય જ્ઞાન પ્રણાલીની સંપત્તિને આધુનિક જ્ઞાન પ્રણાલીઓ સાથે એકીકૃત કરવા પર આધારિત છે. આ કાર્યક્રમ માટે  IIT મદ્રાસ અને BHU ને  અમલીકરણ માટે સાધવામાં આવેલ છે.

(ફોટો: ફાઈલ)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code