વિદેશમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ સ્થળ વિશે પણ વિચારજો
આપણા દેશમાં આજે પણ એવો વર્ગ છે કે જેને વિદેશમાં ફરવાનું વધારે પસંદ છે અને તે લોકો મોટા પ્રમાણમાં ફરવા માટે રૂપિયા પણ ખર્ચ કરે છે. આવામાં જો વાત કરવામાં આવે યુરોપના દેશોની તો એ દેશોમાં તો ભારતીયો મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત આપણે વાત કરીશું લંડન શહેરની જે યુનાઈટેડ કિંગડમ એટલે કે યુકેમાં આવ્યું છે.
સૌથી પહેલા વાત કરવામાં આવે બ્રિટિશ મ્યુઝિયમની તો એ જગ્યાને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે અને કેટલાક પ્રવાસીઓના કહેવા પ્રમાણે આ સ્થળ પર કેટલીક એવી પણ વસ્તુઓ જોવા મળે છે જે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં તથા એશિયાના દેશોમાં જોવા મળતી હતી.
લંડનમાં ફરવા લાયક અન્ય સ્થળ ટાવર ઓફ લંડન પણ છે, આ સ્થળ પર રોજ હજારોની સંખ્યામાં વિદેશ પ્રવાસીઓ આવે છે અને આ જગ્યાને ફરવા લાયક બનાવે છે.
લંડનમાં ફરવા માટે ધ રોયલ બોટાનિક ગાર્ડન્સ પણ છે કે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે અને જો વાત કરવામાં આવે પ્રવાસીઓની સંખ્યાની તો આ સ્થળ વર્ષ 2021માં લગભગ 20 લાખ જેટલા લોકો આવ્યા હતા. અને આનાથી થોડા અંતરે આવેલું બ્રિટિશ મ્યુઝિયમને પણ લગભગ 16 લાખ લોકો જોવા આવ્યા હતા.