BCCIએ T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને લઈને ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હાંકી કાઢી
- બીસીસીઆઈએ લીધો મોટો નિર્ણય
- ચેતન શર્માની આગેવાની હેઠળ પસંદગીની ટીમને કાઢી મૂકી
દિલ્હીઃ- તાજેતરમાં ટીમ ઈન્ડિયાનું ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું ત્યારે હવે આ બબાતે બીસીસીઆઈ એ સખ્ત વલમ અપનાવ્યું છે જે હેઠળ T20 વર્લ્ડ કપમાંથી ભારતની સેમિફાઇનલમાંથી બહાર નીકળવાના પરિણામ સ્વરૂપે, ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હટાવવાની તૈયારી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ 28 નવેમ્બર સુધી પાંચ પસંદગીકારોની પોસ્ટ માટે અરજદારોને આમંત્રિત કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિતેલા દિવસને શુક્રવારના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સહિતની સમગ્ર સિનિયર નેશનલ સિલેક્શન કમિટીને બરતરફ કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે ટૂ 20 વલ્ર્ડકપમાં ભારતનું જે પ્રદર્શન જોવા મળ્યું તેને લઈને આ નિર્ણય લેવાયો છે.ભારતની ટીમ ઇંગ્લૅન્ડ સામે દસ વિકેટે પરાજય થઈ હતી.
🚨NEWS🚨: BCCI invites applications for the position of National Selectors (Senior Men).
Details : https://t.co/inkWOSoMt9
— BCCI (@BCCI) November 18, 2022
ચેતન શર્માના કાર્યકાળ દરમિયાન ભારત ટી-20 વર્લ્ડ કપ 2021માં નૉકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યું હતું અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયું હતું.જો કે શર્મા અને તેમના સાથી પસંદગીકારો સુનીલ જોષી, દેબાશીષ મોહંતી અને હરવિંદર સિંઘ ફરીથી અરજી કરવા માટે પાત્ર છે, ત્યારે આ મુદ્દાથી પરિચિત લોકોએ પુષ્ટિ કરી છે કે, તેઓએ પસંદગીકારોના વર્તમાન સમૂહમાંથી ‘આગળ વધવાનું’ નક્કી કર્યું છે
ઉલ્લેખનીય છે કે સિલેક્શન કમિટિમાં ચાર સભ્યો હતા અને કમિટિને બરતરફ કરાતા આ સાથે ચેતન શર્મા(ઉત્તર ઝોન), હરવિંદર સિંઘ (મધ્ય ઝોન), સુનિલ જોશી (દક્ષિણ ઝોન) અને દેબાશીષ મોહંતી (પૂર્વ ઝોન)નો તાજેતરના સમયમાં વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગીકારો તરીકે સૌથી ટૂંકો કાર્યકાળ બની રહ્યો છે. આમાંથી કેટલાકની નિમણૂક 2020 અને કેટલીક 2021માં કરવામાં આવી હતી.