ઉત્તરાખંડ: આજથી બંધ થઈ જશે બદ્રીનાથ ધામના કપાટ
દહેરાદુન:વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ શનિવારે શીતકાલ માટે બંધ કરવામાં આવશે.આ વખતે રેકોર્ડ 17.47 લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા. 2018માં 10.58 લાખ જ્યારે 2019માં 10.48 લાખ ભક્તો પહોંચ્યા હતા.
2020 અને 2021માં કોરોનાને કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.કપાટબંધ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કપાટબંધી માટે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.કપાટ બંધ થયા પછી, શીતકાલીન ગદ્દીસ્થળ પાંડુકેશ્વર અને જોશીમઠમાં ભક્તો ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકશે.
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મીડિયા ઈન્ચાર્જ ડૉ. હરીશ ગૌરે જણાવ્યું કે,માણા ગામના મહિલા મંડળ દ્વારા ભગવાન બદ્રી વિશાલને ઊનના ધાબળાથી ઢાંકીને શ્રી બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે બપોરે 3.35 કલાકે બંધ કરવામાં આવશે.
આ વર્ષે, યાત્રાના સમયગાળા દરમિયાન 17,53,000 શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી. બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યાનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં સૌથી વધુ 12,40,929 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.આ વખતે સાડા સત્તર લાખથી વધુ મુસાફરો આવ્યા છે. જે રેકોર્ડ છે.