- જમ્મુ કાશ્મીરમાંથી 3 આતંકીઓ ઝડપાયા
- 3 હાઈબ્રિડ આતંકીઓની હથિયારો સહીત ધરપકડ કરાઈ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને દેશની રક્ષા કરતા હોય છે અને આતંકીઓની હરકતો પણ પાણ ીફેરવતા હોય છએ ત્યારે જમ્મુ કાશ્મીરના ભારતીય સેનાની શાખા એ જમ્મુ અને કાશ્મીરની બહારના શાલટેંગમાં ત્રણ કથિત શઁકર આતંકવાદીઓની ધરપકડ કરી છે.આ સાથે જ તેમની પાસેથી હથિયારો મળી આવ્યા છે.
જાણકારી પ્રમાણે શ્રીનગરની બહારના ભાગમાં લવપોરા ખાતે નેશનલ હાઈવે પર સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો દ્વારા ટાટા મોબાઈલ વાહનને ચેકિંગ માટે રોકવામાં આવ્યું હતું. આ વાહનની તલાશી લેતા જ તેમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.આ ત્રણેય આતંકવાદીઓને શલતનાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.આ અંગે તેમના સામે ગુનો નોંધીને આગળની તાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Army (2RR) and Srinagar Police arrested three hybrid terrorists along with a huge consignment of 03 AK rifles, 02 Pistols, 09 Magazines & 200 rounds from outskirts of Srinagar. Investigation is going on. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) November 20, 2022
આ ઘટનાને લઈને કાશ્મીર ઝોન પોલીસે તેના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી શેર કરી છે કહ્યું છે કે, “આર્મી (2 આરઆર) અને શ્રીનગર પોલીસે ત્રણ એકે રાઈફલ, બે પિસ્તોલ, નવ મેગેઝીન અને 200 કારતુસના જંગી કન્સાઈનમેન્ટ સાથે શ્રીનગરની બહાર ત્રણ સંકર આતંકવાદીઓની ધરપકડ કરી છે આ અંગેની વધુ તપાસ હાલ આદરવામાં આવી રહી છે.