‘મિત્રતાથી વિશેષ બીજુ કઈ નથી હોતું’ – રુસ અને ભારતના મજબૂત સંબંધ પર રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે
- મિત્રતાથી વિશેષ બીજુ કંઈ નથી- રશિયા
- ભારત રશિયાના સંબંધો પર ભારતવા રાજદૂતનું નિદેવદ
દિલ્હીઃ- એક તરફ જ્યા રશિયા દ્રારા યુક્રેન પર હુમલાો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ,અમેરિકા સતત આ મામલે રશિયાને ફટકાર આપી રહ્યું છે તો બીજી તરફ ભારત અને રશિયાના સંબંધોમાં કોઈ પણ પ્રકારની તિરાડ આવી નથી રશિયા અને ભારતના સંબંધો જેવા હતા તેવા મજબૂત બની ને રહ્યા છે. ત્યારે હવે રશિયા અને ભારતના મજબૂત સંબંધ પર રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે એક ખાસ વાત કહી હતી.
ઉલ્લેખનીય છે કે આ વાત તેમણે ત્યારે કહી હતી કે જ્યારે દિલ્હી ખાતે એક કાર્યક્રમના ઉદ્ઘાટન કરવામાં આવ્યું, દરમિયાન ડેનિસ અલીપોવે ભારત સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આજની રાત ખૂબ જ ખાસ છે, કારણ કે સાંસ્કૃતિક કાર્યક્રમો જે કોરોના મહામારીને કારણે બંધ થઈ ગયા હતા, તે ફરી શરૂ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં એક લોકપ્રિય કહેવત છે, ‘મિત્રતાની કોઈ કિંમત નથી’. રશિયા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીનું વિશ્વાસપાત્ર અને મૈત્રીપૂર્ણ પાત્ર વિશ્વભરના દેશો માટે ઉત્તમ ઉદાહરણ છે.
મળતી વિગત પ્રમાણે રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારતના સંબંધોને લઈને કહ્યું હતું કે મિત્રતાથી વિશેક બીજુ કંઈ નથી હોતું. છેલ્લા 75 વર્ષથી ભારત અને રશિયા વચ્ચેના રાજદ્વારી પુરા થવા પર જદેષની રાજધાની દિલ્હીમાં રશિયન કલ્ચર ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભારતીય અધિકારીઓ સાથે રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવ પણ હાજર હતા. ત્યારે તેમણે આ ખાસ નિવેદન આપ્યું.