શિયાળામાં હાથ અને પગના દુખાવામાંથી મેળવો છૂટકારો- દરરોજ કેટલીક બાબતોને બનાવીદો આદત
- પગને ગરમ પાણીની બેગથી શેક કરવાનું રાખો
- નવરા બેસ્યા હોવ ત્યારે પગ પર બ્લેન્કેટ નાખીને બેસો
શિયાળો એટલે ઠંડીની ઋતુ ,આ સિઝનમાં જે લોકોને વાની તકલીફ હોય છે તેમને જીવવું મુશ્કેલ બને છે,આ સાથે જ સામાન્ય બીમારીઓ વાળા લોકો પણ હાથ પગ કે કમરના દુખાવાથી હેરાન થી જાય છે ,જો શિયાળો આવતાની સાથે જ તમે કેટલીક બાબતોને તમારી આદત બનાવી દેશઓ તો તમને હાથ,પગ કમકના દુખાવામાંથી દરરોજ રાહત મળી શકે છે,તો ચાલો જોઈએ શિયાળામાં શું આદત પાડી દેવી જોઈએ જેથી તમે હેલ્ધી રહી શકો.
દરરોજ સવારે જાગીને ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ,આ સાથે જ ખૈલા પેટ તમે ગરમ પાણી પી શકો છો,હળવી કસરતોને તમારી જીવનશૈલીનો એક ભાગ બનાવી દો,શિયાળામાં આટલું દરરોજ સવારે કરશો તો શરીરીની ઘણી સમસ્યાઓ દવા વિના મટી જશે.
શિયાળાની ઋતુમાં તમે હોટ વોટર બેગનો ઉપયોગ કરી શકો છો. તેની કોમ્પ્રેસ તમારા પગને તરત જ ગરમ કરે છે. તેની મદદથી તમે શરીરને ગરમ પણ કરી શકો છો. હાથ પગ પર તેના વડે શેક કરોજો તમે ઈચ્છો તો મીઠાને ગરમ કરીને એક પોટલી વાળીને તેના થકી શરીરના દરેક ભાદો પર શેક કરો આમ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
જો તમે સૂતા પહેલા તમારા શરીરને ગરમ કરવા માંગો છો, તો તમે તમારા ઘરની અંદર દોડવું અથવા ઝડપી વૉક કરી શકો છો. જો જગ્યા ઓછી હોય તો ઝડપથી ચાલવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારા પગ થોડી જ વારમાં ગરમ થવા લાગે છે.આમ કરવાથી તમારું ભોજન પણ પચી જશે.
શિયાળામાં, દરેક વ્યક્તિ રજાઇમાં સૂતા પહેલા લાંબા સમય સુધી જાય છે. જેથી સૂવાનો સમય થાય ત્યાં સુધીમાં તેમના પગ સારી રીતે ગરમ થઈ જાય.જો કે સૂતા પહેલા તમારા માટે ગરમ પીણું તૈયાર કરો. તે ચા, કોફી, સૂપ, દૂધ, હોટ ચોકલેટ જેવું કંઈપણ હોઈ શકે છે.